કોરોના વેક્સિનનું ભારતમાં 5 જગ્યાએ થશે હ્યુમન ટ્રાયલ

0
48

નવી દિલ્હી
તા : 28
દેશમાં કોરોના રસીની માણસો પર ટેસ્ટિંગ માટે 5 સ્થળની પસંદ કરવામાં આવી છે. ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા કોવિડ-19ના રસીનું માણસો પર ટેસ્ટિંગ કરવા માટેનુ છેલ્લું અને ત્રીજુ સ્ટેપ ટ્રાયલ થવા જઇ રહ્યું છે, બાયોટેક્નોલોજી વિભાગના સચિવએ તેના વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે આવું કરવું જરૂરી છે, કારણ કે ભારતમાં રસી આપવા માટે દેશમાં ડેટા હોવો જરૂરી છે. દુનિયામાં સૌથી વધુ રસી બનાવનાર સંસ્થા સીરમ ઇસ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીને પસંદ કરી તેમજ એસ્ટ્રાજેનેકા ફાર્માસ્યુટિકલ કંપની તેને સાથ આપી રહી છે. આ મહિનાની શરૂઆતમા બંન્ને ટ્રાયલના પરિણામ છાપવામા આવ્યાં છે.

બાયોટેક્નોલોજી વિભાગ ભારતમાં કોરોનાની રસીને લઇને કરવામાં આવનારા પ્રયાસોનો ભાગ છે. તેના ફંડિંગની વાત હોય કે તેના રેંગ્યુલેટરી ક્લિરિયન્સના આપવા માટેની વાત કરવામાં આવી છે. બાયોટેક્નોલોજી વિભાગના ત્રીજા સ્ટેપ માટે જગ્યા તો નક્કી કરી રહ્યા છે, તેના માટે તો પહેલેથી જ કામ કરી રહ્યા છે અને પાંચ જગ્યા નક્કી પણ થઇ ગઇ છે, કારણકે ત્રીજા સ્ટેજ માટે પરિક્ષણ કરવામાં આવે. તેના સિવાય સંભવિત રસીના પરિક્ષણ માટે પુણેમાં આવેલી સીરમ ઇન્સ્ટિટયુટએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી અનુમતિ માંગી છે. એસઆઇઆઇએ કહ્યું કે, છેલ્લી મંજુરી મળતાં પહેલાં જ વેક્સિન બનાવવાની શરૂઆત કરી દેવામાં આવશે એટલે જ્યારે મંજૂરી મળે ત્યારે કોઇ તકલીફ પડે નહી.

દરેક વેક્સિન બનાવનાર સાથે બાયોટેક્નોલેજી વિભાગ નજીકથી કામ કરી રહ્યું છે. એસઆઇઆઇએ ત્રીજા ચરણમા પરીક્ષણ મહત્વનું છે કારણ કે જો વેક્સિન પરીક્ષણ સફળ રહ્યુ અને તેને લોકોને આપવી પડી તો તેના માટે દેશમાં ડેટાની જરૂર પડશે. વેક્સિનના માણસ પરના પરીક્ષણના ત્રીજા સ્ટેજમાં પાંચ જગ્યાને પસંદ કરવામા આવી છે. કેટલાક સમય પછી વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ માટે મેન્યુફેક્ચરિંગ શરૂ કરવામા આવશે. 20 જુલાઇના વૈજ્ઞાનિકે જાહેરાત કરી હતી કે, ઓક્સફોર્ટની તરફથી બનાવવામા આવી રહી છે, તે સુરક્ષિત છે, તેનાથી દર્દીના શરીરમા મજબૂત ઇમ્યુનિટી સિસ્ટમ બનશે.