કોરોના સામેની જંગ માટે ઇંગ્લેન્ડના ક્રિકેટરોની દરિયાદિલી

0
52

લંડન
તા : 04
કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઇંગ્લેન્ડની મેન્સ અને વુમન્સ ક્રિકેટ ટીમે સેલેરી કટ કરાવી પાંચ લાખ પાઉન્ડ (લગભગ ૪.૬૮ કરોડ રૂપિયા) કોવિડ-૧૯ મહામારી સામેની જંગમાં ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ક્રિકેટરોના પગારમાં ૨૦ ટકા કટ કરવાની વાત રાખી હતી અને તેમના જવાબની રાહ જોઈ રહ્યા હતા.

પાંચ લાખ પાઉન્ડ મેન્સ ક્રિકેટ ટીમની ૨૦ ટકા સેલેરી કાપ બરાબર છે, જયારે ત્યાર બાદ વુમન્સ ટીમે પણ નિર્ણય લીધો છે કે, તે એપ્રિલ, મે અને જુનના પગારમાં ઘટાડો કરાવશે. ખેલાડીઓના નિવેદન અનુસાર, ‘ઇંગ્લેન્ડના બધા કોન્ટ્રાક્ટ ક્રિકેટરોની બેઠક બાદ ઇસીબી આ નેક કામ માટે પાંચ મિલિયન પાઉન્ડ ડોનેશન તરીકે શરૂઆતમાં આપશે. તેનો અર્થ એ છે કે, ઇંગ્લેન્ડના ક્રિકેટર ત્રણ મહિનાના પગારમાંથી ૨૦ ટકા કપાવી રહ્યા છે.’

ખેલાડીઓએ જણાવ્યું છે કે, સમાજ અને રમત પર આ રોગચાળાની આડઅસર અંગે તે ઇસીબીથી ચર્ચા કરતા રહેશે અને તેમાં ઇસીબીને સપોર્ટ પણ કરશે. કેટલાક ક્રિકેટર આ પહેલા કોરોના વાયરસના સામેની લડાઈમાં મદદ માટે આગળ આવી ચુક્યા છે. જોસ બટલર કોરોના વાયરસ સંક્રમિત લોકોની મદદ માટે પોતાની ૨૦૧૯ વર્લ્ડ કપ ફાઈનલ મેચની જર્સીની હરાજી કરી રહ્યા છે, જ્યારે મહિલા ટીમની કેપ્ટન હીથર નાઈટ હેલ્થ સર્વિસની સાથે સ્વયંસેવક તરીકે જોડાઈ ગઈ છે.