કોરોના સામે લડવા ભારતીય સેના તૈયાર, એક ‘6 કલાક’નો પ્લાન તૈયાર

0
9898

નવી દિલ્હી,તા:27 દેશ પર આવેલા કોરોના વાયરસના મહાસંકટને ઉગારવા માટે દરેક લોકો પોતાની તરફથી કોશિષ કરી રહ્યા છે. રાજ્ય સરકારો આકરા નિર્ણય લઇ રહ્યા છે. તો ભારતીય સેના પણ દરેક પડકાર માટે સંપૂર્ણ તૈયાર છે. સેના પ્રમુખ એમ.એમ.નરવણેનું કહેવું છે કે જો જરૂર પડી તો સેના કોઇપણ પગલાં ઉઠાવા માટે તૈયાર છે. આર્મીી પાસે એક ‘6 કલાક’નો પ્લાન તૈયાર છે. જેના અંતર્ગત તરત જ આઇસોલેશન સેન્ટર અને આઇસીયૂને તૈયાર કરી શકાય છે.

એક ઇન્ટરવ્યુમાં સેના પ્રમુખે કોરોના વાયરસના પડકારની ચર્ચા કરી. આર્મી ચીફ નરવણેના મતે આ સંકટની ઘડીમાં પણ સેના પોતાનું કામ કરી રહી છે અને તમામ ઓપરેશનલ ટાસ્ક અત્યારે ચાલુ છે. અત્યાર સુધી કેટલાંય દેશોએ આ સંકટની ઘડીમાં સેનાની મદદ લીધી છે. તેના પર આર્મી ચીફે કહ્યું કે ભારતીય સેના દેશન લોકો માટે છે તો જરૂર પડશે તો સસરકાર કહેશે તો સેના પર સંપૂર્ણપણે તૈયાર છે.

નરવણે એ કહ્યું કે સેના અલગ-અલગ સ્તર પર કોરોનાને ઉકેલવાની તૈયારી કરી રહ્યું છે. તેમાં સર્વિલાંસ અને આઇસોલે શનની પ્રોડક્ટિવીટીને વધારવી, અલગ-અલગ બેઝ પર હાજર સેનાની હોસ્પિટલોમાં 45 બેડનો એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરવો અને તેની સાથે જ 10 બેડનો એક આઇસીયુ વોર્ડ પણ તૈયાર કરવો. આ સુવિધા માત્ર 6 કલાકની નોટિસ પર તૈયાર કરી શકે છે.