કોરોના: USની સંસદે 61.15 હજાર કરોડનું ઈમરજન્સી કર્યું બિલ પાસ

0
32

વોશિંગ્ટન
કોરોનાવાઈરસ સામે લડવા માટે અમેરિકાની સંસદે 61.15 હજાર કરોડ રૂપિયાનું ઈમરજન્સી બિલ પાસ કર્યું છે. આ સિવાય પેન્ટાગનમાં વૈજ્ઞાનિકો અને સેનાની બેઠક પણ બોલાવવામાં આવી છે. તેના એક ભાગરૂપે સાઉથ કૈરોલિનાના મિલિટ્રી બેસ પર કોરોનાવાઈરસથી બચવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના ગરમીની સરખામણીએ ઠંડીની મોસમમાં ફેલાવવાની વધુ શકયતા છે અને અગામી દિવસોમાં અમેરિકામાં ઠંડીની મોસમ શરૂ થનાર છે.
આ સંજોગોમાં યોગ્ય પગલા ઉઠાવવા જરૂરી છે. અત્યાર સુધીમાં અમેરિકામાં કોરોનાવાઈરસના કારણે 14 લોકોના મોત થયા છે. આ વાયરસ દેશના 19 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. તેનાથી દેશમાં 228 લોકો સંક્રમિત છે. અમેરિકા સંસદ કોંગ્રેસે કોરોનાવાઈરસ સામે લડવા માટે 61.15 હજાર કરોડ રૂપિયાના ઈમરજન્સી બિલને પાસ કર્યું છે. તેને હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોકલવામાં આવ્યું છે.
ઘણાં અમેરિકાના રાજ્યોને કહેવામાં આવ્યું હતું કે કોરોનાવાઈરસ સામે લડવા માટે તેમની પાસે ટ્રેનિંગ અને સંશાધનોની અછત છે. આ રકમમાંથી 57.46 હજાર કરોડ રૂપિયા વાઈરસ સામે ટક્કર લેવા માટે વાપરવામાં આવશે. જેથી સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગ શરૂઆતના સમયમાં તેની સામે લડી શકે. આ સિવાય 3.68 હજાર કરોડ ટેલીહેલ્થ સર્વિસ માટે વપરાશે. જેથી ઉમરલાયક વ્યક્તિઓની ઘરે પણ સારવાર થઈ શકે.