ગાંધીનગરઃ LRD મામલે સરકારનો મોટો નિર્ણય,62.5 ટકા ગુણાંકવાળા તમામની ભરતી કરાશે

0
217

ગાંધીનગર,તા:17 અનામત અને બિન અનામત વર્ગના આંદોલનને લઇ સરકારે વચગાળાનો રસ્તો કાઠ્યો. સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી હતી. ઉમેદવારને 62.5 ટકા માર્ક્સ હોય તેમની ભરતી કરવાની જાહેરાત કરી છે. અનામત વર્ગ 1-8-18ના પરિપત્રને રદ કરવાની માગ પર અડગ છે.LRD ભરતી પ્રક્રિયાને લઈ પરીપત્ર રદ્દ કરવા અનામત વર્ગની મહિલાઓ લાંબા સમયથી આદોલન કરી રહી છે.અને બિન અનામત વર્ગની મહિલાઓ આ પરીપત્રને રદ્દ ન કરવા આંદોલન ચાલાવી રહી છે. અને સરકાર સમક્ષ આ મામલોનો ઉકેલ મેળવવો જટીલ બન્યું હતુ. પણ આજે લાંબી બેઠોકના દૌર બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી,

આ ભરતીમાં જૂના પરિપત્રને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. GR ને નજરઅંદાજ કરીને સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. લાયક ઉમેદવારોને માટે ગુણાંક 62.5 ટકા છે. 62.5 ટકા ગુણાંકવાળા તમામની ભરતી કરવામાં આવશે. 2018ના પરિપત્રને ધ્યાને લીધા સિવાય LRDમાં ભરતી કરવામાં આવશે. 62.5 ટકા ધરાવતી તમામ જ્ઞાતિઓની બહેનોની ભરતી કરાશે. OBCની 1834 જગ્યા વધારી 3248 કરાઇ છે. 1193 ભરતી થવાની હતી. LRDમાં જેટલી બેઠકોમાં ભરતી થવાની હતી તેનાથી વધુની ભરતી કરવામા આવશે. LRD માં હવે 5227 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આદિવાસી સમાજની 476ના સ્થાને 511 મહિલાઓને નોકરી મળશે. SCની 588 બેઠકો પર ભરતી કરાશે. જનરલ કેટેગરીમાં હવે 880 મહિલાઓને નોકરી આપવમાં આવશે.

તો સરકાર દ્વારા આંદોલનને શાંત કરવા વચગાળાનો રસ્તો કાઠી આ મુદ્દે જે જાહેરાતો કરવામાં આવી હતી. તે પ્રમાણે

વિદ્યાર્થીઓને ફરી લોલીપોપ

LRDમાં હવે કુલ 5227ની ભરતી કરાશે
સરકારે તૈયાર કરી સમાધાન યોજના
62.5 ટકા સુધી તમામ મહિલા ઉમેદવારોની ભરતી
જનરલ કેટેગરીની 833 મહિલા ઉમેદવારોની ભરતી કરાશે
બક્ષીપંચ બહેનોની 1834ને બદલે 3248 ભરતી કરાશે
ST કેટેગરીમાં 476માંથી 511ની ભરતી થશે
SC કેટેગરીમાં 346ની જગ્યાએ 588ની ભરતી થશે
1-8-18નો પરિપત્ર માન્ય નહી ગણાય
દરેક જ્ઞાતીની મહિલાઓ માટે સમાન નિર્ણય
1193 ભરતી થવાની હતી
જે મહિલાને 62.5 માર્ક્સ હશે તેની ભરતી થશે
વિવાદાસ્પદ પરિપત્રને અવગણીને સરકારે રસ્તો કર્યો

એસસી એસટી અને ઓબીસીની મહિલાઓએ સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી હતી. અનામત વર્ગના મહિલ ઓએ પરિપત્રને રદ કરવાની માંગ સાથે આંદોલન ચાલુ રાખવાની વાત કરી હતી. નોંધનીય છે કે ઓગસ્ટ, 2018નો ઠરાવ રદ કરવાની માંગ સાથે બિન અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહી છે. તો બીજી તરફ રદ ન કરવામાં આવે તેવી માંગ સાથે બિન અનામત વર્ગની મહિલાઓએ પણ આંદોલન પર ઉતરી છે.