ગાંધીનગરમાં સંગ્રામ:કોંગ્રેસ નેતાઓને અટકાવવા માટે પાણીમારો

0
228

ગાંધીનગર,તા:09 ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને વિધાનસભા સુધી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની માગ સાથે અને અન્ય કેટલીક માગ સાથે કોંગ્રેસ નેતાઓ માર્ગો પર ઉતર્યા હતા. જોકે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.. તો કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ પોલીસના વાહન પર પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં વાહનના કાચ તૂટી ગયા હતા. તો બીજી તરફ પોલીસે પણ કાર્યકર્તાઓ પર પાણીનો મારો કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.

વિધાનસભા બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આજથી રાજ્યમાં વિધાનસભાનું ત્રિદિવસીય સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભાનું ત્રિદિવસીય સત્રમાં તોફાની બની રહેવાની શક્યતા છે.કોંગ્રેસને સરકારને વિધાનસભામાં ઘેરવા મુદ્દે રણનીતિ તૈયારી કરી છે. જેને લઇને આજ રોજ કોંગ્રેસ દ્વારા વિધાનસભા તરફ કૂચ કરી ઘેરાવ કરવામાં આવશે. જોકે કોંગ્રેસના વિધાનસભા ઘેરાવને લઇને વિધાનસભા બહાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કોંગ્રેસ નેતાઓને અટકાવવા માટે પાણીમારો ચલાવામાં આવ્યો હતો અને ત્યારબાદ નેતાઓની અટકાયત કરવામાં આવી.

મહિલાઓ પર અત્યાચારના કેસમાં વધારો

કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરી વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે અગાઉ આ મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી કે, રાજ્યમાં દિવસે દિવસે વિવિધ પરીક્ષાઓના પેપર લીક થઈ રહ્યા છે, મહિલાઓ પર અત્યાચારના કેસમાં વધારો થઈ રહ્યો છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. જેના કારણે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે.

યુવાનોનું ભાવિ મુશ્કેલીમાં મુકાયું

જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે સરકાર તમામ મુદ્દાઓને લઈને નિષ્ફળ સાબિત થઈ છે. ખેડૂત હોય કે આજનો યુવાન હોય તમામ લોકોમાં સરકાર વિરુદ્ધ રોષ છે. સરકારી પરીક્ષાઓમાં બેદરકારી અને પેપર ફૂટી જવા સામાન્ય થઈ ગયા છે. જેના કારણે યુવાનોનું ભાવિ મુશ્કેલીમાં મુકાયું છે.