ગાંધીનગર : બાંધકામ સ્થળ પર ભેખડ ધસી પડતા 5 લોકો દટાયા

0
204

ગાંધીનગર : કોબા વિસ્તારમાં કે રહેજા સાઇટ પર ગુડાની ગટર લાઇન નાખતા પાંચ મજૂરો દટાયા હતાં. જેમાંથી ચાર મજૂરોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યાં છે. ફાયર બ્રિગેડ દ્વારા એક મજૂરને બહાર લાવવાની કામગીરી ચાલી રહી હતી જેને કલાકોની જહેમત બાદ બહાર કાઢી લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે હાલ ચાર ઇજાગ્રસ્ત મજૂરોને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. હાલ આ દુર્ઘટનામાં જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી. એક કામદારને બચાવવા માટે રાહતની કામગીરી ચાલી રહી હતી જેમા સફળતા મળી છે.

આ દુર્ઘટનામાં ભરતભાઇ માજી રાણા (18 વર્ષ), રાજુભાઇ મેડા (20 વર્ષ), બહાદુર બાડીયા (21 વર્ષ), પુનીયાભાઇ મેઠા (20 વર્ષ), મુકેશભાઇ (20 વર્ષ) ભેખડ ધસી પડતા દટાયા હતાં. આ તમામ લોકોને જીવીત બહાર કાઢી લેવાયા છે અને હાલ સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. આ દુર્ઘટનાને પ્રત્યક્ષ જોતા એક વ્યક્તિએ જણાવ્યું કે, ‘અહીં જ્યારે આ કામદારો કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક ભેખડ ધસી પડી હતી.

જે બાદ ફાયર વિભાગને જાણ કરતા તે તરત જ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તેમની બચાવ કામગીરીમાં 4 લોકોને બહાર કાઢીને સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે. જ્યારે અન્ય એક વ્યક્તિ હજી અંદર છે અને તે ફાયરની ટીમ સાથે વાત કરી રહ્યો છે. તે વ્યક્તિ છાતીનાં ભાગથી અંદર દટાયો છે એટલે તેને બહાર લાવવામાં ઘણી તકલીફ થઇ રહી છે.’