ગુજરાતમાં કોરોનાને રોકવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે: નીતિનભાઈ પટેલ

0
140

અમદાવાદ તા. 04
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ ને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિષે વાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં કોરોના વાઈરસનો એકપણ કેસ નથી, છતાં સરકાર આ મામલે એલર્ટ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને અગમચેતીના પગલા રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસ ગુજરાતમાં ન આવે એ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ અંગે આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને રોકવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છેકે આ જ દીન સુધી ગુજરાતમાં કોરોના વાઈરસનો એકપણ કેસ જણાયો નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં 30 દર્દીઓ સારવાર લઇ શકે એ માટેનો ખાસ આઇસોલેશન વોર્ડ અને અલગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ અને બાળકો માટે પણ સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.