ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 572 કેસ નોંધાયા

0
98

ગાંધીનગર
તા : 25
ગુજરાત રાજ્યમાં કોરોના કહેર યથાવત્ છે. દરરોજ 500થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જોકે અમદાવાદમાં નવા કેસ તેમજ મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. સાથે જ ડિસ્ચાર્જની સંખ્યા વધી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29001 પોઝિટિવ થયા છે. મૃત્યુઆંક 1736એ પહોંચ્યો છે, જ્યારે 21096 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 572 કેસ નોંધાયા છે, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છે, તો 575 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 215, સુરતમાં 172, વડોદરામાં 45, જામનગરમાં 13, ભરૂચમાં 10, રાજકોટમાં 13, પંચમહાલમાં 9, સુરેન્દ્રનગર, નર્મદામાં 9-9, અરવલ્લી, ગાંધીનગરમાં 7-7, નવસારીમાં 6, કચ્છમાં 5, ગીર-સોમનાથમાં 5, વલસાડમાં 5, મહેસાણામાં 5, ભાવનગરમાં 5, જૂનાગઢમાં 4, મહીસાગર, ખેડા, છોટાઉદેપુરમાં 3-3, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, દાહોદમાં 1-1 કેસ નોંધાયા છે.