ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 778 કેસ નોંધાયા

0
49

ગાંધીનગર
તા : 08
ગુજરાત રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી દરરોજ સતત 700થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 15થી 20 લોકોના મોત થઈ રહ્યા છે. સાથે જ રોજ 400થી વધુ લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 37,636 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 26744 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. સારી બાબત એ પણ છેકે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.

સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18, ભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13, બનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, આણંદ, જામનગરમાં 10-10, મહીસાગરમાં 7, દાહોદ, અમરેલીમાં 6-6, પાટણ, મોરબીમાં 5-5, અરવલ્લી, પંચમહાલમાં 4-4, ગીર-સોમનાથ, તાપીમાં 3-3, છોટાઉદેપુર, સાબરકાંઠામાં 2-2, બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં 17 મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, અરવલ્લીમાં 2, બનાસકાંઠા અને ખેડામાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.