ગુજરાતમાં લોકડાઉન ખોલવામાં આવ્યુ, કન્ટેન્મેન્ટ ઝોન સિવાય ધંધા રોજગાર ખૂલ્યા

0
128

સુરત,તા:19

  • ગુજરાતમાં લોકડાઉન ખોલવામાં આવ્યુ
  • કન્ટેન્મેન્ટ ઝોન સિવાય ધંધા રોજગાર ખૂલ્યા
  • સુરતમાં પણ કન્ટેન્મેન્ટ ઝોન સિવાય ધંધામાં રાહત
  • વેપારીઓમાં દુકાનો ખોલવાને લઈને અસમંજસ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કન્ટેનટમેંટ ઝોન સિવાય અમુક શરતોને આધીન લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારે સુરતમાં પણ કન્ટેનટમેંટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધંધા રોજગારની છૂટ મળતા આજે વહેલી સવારથી લોકો પોતાના ધંધા અર્થે ઘરોની બહાર નીકળી પડ્યા હતા ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનચાલકો રસ્તા પર જોવા મળી રહ્યા છે.સુરતમાં કોરોના પોઝિટિવ કેસોનો દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત મહાનગર પાલિકાએ સુરતના કેટલાક વિસ્તારોને બાદ કરતા ધંધા રોજગારની છૂટ આપી છે ત્યારે બે મહિના ઉપરનો સમય ઘરમાં વીતાવ્યા બાદ પોતાના ધંધા તરફ વળ્યા છે.કન્ટેન્ટમેંટ વિસ્તારોમાં કોઈ પણ જાતના ધંધા રોજગાર ખોલી શકાશે નહીં સુરતમાં કાપડ અને ડાયમંડ ઉદ્યોગ એ બે મહત્વના ઉદ્યોગ છે.ત્યારે ગઈ કાલે સુરત મહાનગર કમિશ્નર દ્વારા જણાવામાં આવ્યું છે કે સુરતની પચાસ ટકા માર્કેટો શરૂ કરવામાં આવશે.જરૂરી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આવી માર્કેટોને ઓડ ઈવન પદ્ધતીથી શરૂ કરાશે ત્યારે કાપડ ઉદ્યોગમાં વેપારીઓમાં અસમંજસની સ્થિતિ છે.