ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠાંની શક્યતા

0
46

અમદાવાદ,તા:08  રાજ્યમાં (Gujarat) માવઠું પડ્યા બાદ ઠંડક પ્રસરી છે. ગગડેલા તાપમાનને કારણે હજી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 5 માર્ચનાં કમોસમી વરસાદ બાદ ફરીથી કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 8 અને 9 માર્ચ વાતાવરણ સામાન્ય રહેશે. જે બાદ 10મી તારીખે એટલે ધૂળેટીનાં દિવસે રાજસ્થાનમાં સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમ (Cyclonic circulation system) સર્જાતા ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાઇ શકે છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠાંની શક્યતા પણ વધી રહી છે. એમાં પણ બનાસકાંઠા જિલ્લામાં માવઠાંની શક્યતા વધુ પ્રબળ બની રહી છે.

કમોસમી વરસાદનો ત્રાસ હજુ તો ખેડૂતોનાં માથા પરથી માંડમાંડ ગયો છે ત્યાં તો આવતી 10મી અને 11મી માર્ચે એક વાર ફરી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાસમગ્ર રાજ્યની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે,બનાસકાંઠા અને દ્વારકામાં પણ વરસાદની સંભાવના છે. વળી સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.