ગુજરાતમાં 11 જિલ્લાના 19 તાલુકામાં મેઘરાજાની મહેર

0
40

ગાંધીનગર
તા : 02
ગુજરાત રાજ્યમાં મેઘમહેર છે. 11 જિલ્લાના 19 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ કચ્છના રાપરમાં નોંધાયો હતો. સમગ્ર દેશમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી અમદાવાદમાં વરસાદ પડતો ન હોવાથી ચોમાસું જામ્યું નથી. હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં રહેલાં ભેજને લીધે વરસાદ પડી રહ્યો છે. અડધું ગુજરાત કોરુંધાકોર હોવાથી ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં સારો એવો વરસાદ પડ્યો છે. જેમાં સુઈગામમાં 45 મિમિ, ધાનેરામાં 38, દાંતામાં 20 મિમિ તેમજ દિયોદરમાં 9 મિમિ, ભાભર તથા લાખણી 2-2 મિમિ અને કાંકરેજમાં 1 મિમિ વરસાદ પડ્યો છે. વડામથક પાલનપુર સિવાય અન્ય તાલુકામાં મેઘમહેર રહી છે.

ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ અમદાવાદ કોરુંધાકોર હોવાથી ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે આગામી 5 જુલાઇએ છત્તીસગઢની આસપાસ સક્રિય થનારા મજબૂત લો-પ્રેશરની અસરોથી 6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.