ગુજરાતમાં 43 પોઝિટિવ કેસ, ભાવનગરના એક વૃદ્ધનું મોત, કુલ 3ના મોત

0
4017

ભાવનગર,તા:26 કોરોના વાયરસને લઇને ગુજરાતની સ્થિતિ ગંભીર છે.. દિવસને દિવસે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 43 થઇ છે.. જ્યારે મૃત્યુઆંક વધીને 3 થયો છે. ગુજરાતમાં આજે 70 વર્ષના એક પુરૂષનું મોત થયું છે. જ્યારે લોકડાઉન વચ્ચે ગુજરાતમાં 3 પોઝિટિવ કેસ વધ્યા છે.

કોરોના પર આજનું અપડેટ

  • ગુજરાતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 43 થઇ
  • લોકડાઉન વચ્ચે ગુજરાતમાં 3 પોઝિટિવ કેસ વધ્યા
  • કોરોનાને લઇને રાજ્યમાં કુલ 3 લોકોના મૃત્યુ થયા
  • આજે 70 વર્ષના એક પુરૂષનું મોત થયું
  • અમદાવાદમાં 17 કેસ પોઝિટિવ ગાંધીનગરમાં 7 કેસ
  • સુરતમાં 7 કેસ પોઝિટિવ
  • વડોદરામાં 8 કેસ અને ભાવનગરમાં 01 કેસ

ક્યાં ક્યાં મોત

સુરતમાં એકનું મોત
અમદાવાદમાં એકનું મોત
ભાવનગરમાં એકનું મોત