‘ગુલાબો સિતાબો’ ફિલ્મનું પહેલું સોન્ગ જૂતમ ફેંક રિલીઝ

0
166

મુંબઈ,તા:27 અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ ફિલ્મનું પહેલું સોન્ગ જૂતમ ફેંક રિલીઝ થયું છે. 12 જૂનના થિયેટરને બદલી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી આ ફિલ્મને શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મનું પહેલું સોન્ગ સોશિયલ મીડિયા પર શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું કે, હોશિયારો કી બાતેં તો શીખ લી હૈ, અબ દેખ ભી લીજીયે.

જૂતમ ફેંક સોન્ગને પિયુષ મિશ્રાએ ગાયું છે જે એક્ટર, ગાયક, સંગીતકાર વગેરે છે. સોન્ગ રિલીઝ થયાની થોડી જ મિનિટમાં 17 હજારથી પણ વધુ લોકોએ આને જોઈ લીધું હતું. ફિલ્મનું ઓડિયો જ્યુકબોક્સ તો થોડી કલાક પહેલાં જ રિલીઝ કરી દેવાયું છે.

આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં થયું હતું. ફિલ્મની સ્ટોરી ભાડુઆત અને માલિકની છે જેમાં અમિતાભ બચ્ચન મકાન માલિક છે અને આયુષ્માન ભાડુઆત છે. ફિલ્મના શૂટિંગ દરમ્યાન લખનઉમાં સ્થાનિક લોકો અમિતાભ બચ્ચનને તેમના ગેટઅપને કારણે ઓળખી શકતા ન હતા. લોકડાઉનને કારણે થિયેટરને બદલે ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર યોજાઈ રહ્યું છે.