ગ્રાહકો પાસેથી પ્રતિભાવ મેળવવા સ્ટેટ બેન્ક 28 મેએ રાષ્ટ્રીય સ્તરે મેગા કસ્ટમર મીટ યોજશે

0
254

ગુજરાતનાં ગ્રાહકો માટે 27 કેન્દ્રો પર મીટિંગનું આયોજનદેશભરમાં 500 સ્થળો પર 1 લાખથી વધારે ગ્રાહકો સાથે જોડાશે

અમદાવાદ: ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ અને સેવાઓ પ્રદાન કરીને તેમની સાથે જોડાણને મજબૂત કરવાના હેતુથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) 28 મે, 2019નાં રોજ રાષ્ટ્રીય સ્તરે ‘મેગા કસ્ટમર મીટ’નું આયોજન કરશે. આ પહેલ મારફતે બેંકનો આશય દેશભરમાં SBIની 17 લોકલ હેડ ઓફિસ (LHOs)માંથી 500થી વધારે સ્થળો દ્વારા 1 લાખથી વધારે ગ્રાહકો સાથે જોડાણ કરવાનો છે. SBIનાં ગુજરાતનાં ગ્રાહકો રાજ્યમાં 27 કેન્દ્રોમાં આ પ્રોગ્રામમાં સહભાગી થઈ શકે છે.

બેંકનાં સ્ટાફ સાથે ગ્રાહકો સીધું આદાનપ્રદાન કરી શકાશે
આ પહેલ અંતર્ગત ગ્રાહકો બેંકનાં સ્ટાફ સાથે સીધું આદાનપ્રદાન કરી શકે છે તેમજ બેંકનાં ઉત્પાદનો અને સેવાઓ પર પ્રતિભાવો અને સૂચનો આપી શકે છે. આ સત્ર દરમિયાન બેન્કનાં અધિકારીઓ અને કર્મચારીઓ ગ્રાહકોને સુરક્ષિત અને બેંકિંગનો સાતત્યપૂર્ણ અનુભવ આપવા બેંકિંગનાં વૈકલ્પિક માધ્યમોનો ઉપયોગ કરવાની જાણકારી આપશે.

ગ્રાહકોને બેન્કિંગ સુવિધાની જાણકારી અપાશે
બેંકનાં કર્મચારીઓ ગ્રાહકોને ઓમ્નિ-ચેનલ ડિજિટલ બેંકિંગ અને લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ યોનો એસબીઆઈની ખાસિયતો અને સુવિધાજનક ઉપયોગ વિશે ગ્રાહકોને જાણકારી પણ આપશે. SBIનાં રિટેલ અને ડિજિટલ બેંકિંગનાં એમડી પી કે ગુપ્તાએ કહ્યું હતું કે, અમારો આશય ગ્રાહકો સાથે પાયાનાં સ્તરે જોડાણ સ્થાપિત કરીને બેંકમાં ગ્રાહકોનો વિશ્વાસ વધારવાનો છે. અમે આ મેગા કસ્ટમીર મીટમાં અમારાં ગ્રાહકની સહભાગીદારીને લઈને આતુર છીએ.