ચાલુ વર્ષે ઇજનેરીમાં 40 ટકાએ પ્રવેશ આપવા વિચારણા

0
87

ગાંધીનગર,તા : 15
ધો.12 પછીના ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સીસમાં પ્રવેશ માટે વિવિધ મુદ્દે ચર્ચા કરવા ટેકનિકલ કોલેજોના સંચાલકોના મંડળની સરકાર સાથે બેઠક મળી હતી.જેમાં આ વર્ષે કોરોનાને પગલે ઈજનેરીમાં 45ને બદલે 40 ટકાએ પ્રવેશ આપવા કાઉન્સિલ સમક્ષ ફરી રજૂઆત કરવા અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (એમવાયએસવાય)માં 50 ટકા ફી માફી માટે 80 પર્સન્ટાઈલનો માપદંડ ઘટાડી 60 પર્સેન્ટાઈલ સુધી કરવા સરકાર સમક્ષ માંગ કરવામા આવી હતી. રાજ્યમાં આવેલી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીની સેલ્ફ ફાઈનાન્સ કોલેજોના એસોસિએશનની શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં ટેકનિકલ શિક્ષણના ઉચ્ચઅ અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં રજૂઆત કરવામા આવી હતી કે સરકાર ફરીવાર એઆઈસીટીઈ સમક્ષ ઈજનેરીમાં પ્રવેશ માટેનો 45 ટકાનો ક્રાઈટેરિયા ઘટાડી 45 કરવા માટે દરખાસ્ત કરે.

આ વર્ષે પરિણામ પણ ઘણુ નીચુ આવતા બેઠકો ખાલી રહે તેમ હોવાથી બેઠકો ભરાય અને બંધ થનારી કોલેજોની સંખ્યા ઘટે તે માટે કોલેજો તરફથી સરકારને અનેક વિવિધ મુદ્દે રજૂઆત કરવામા આવી હતી. જેમાં આ વર્ષે આર્થિક સ્થિતિને ધ્યાને રાખી એમવાયએસવાય યોજનામાં 60 ટકા તેથી વધુ પર્સેન્ટાઈલવાળા વિદ્યાર્થીઓને 50 ટકા સુધી ફી માફી અપાય. ઉપરાંત રિઝલ્ટ જાહેર થઈ ગયા હોવાથી ડિગ્રી-ડિપ્લોમાની પ્રવેશ પ્રક્રિયા તાકીદે શરૂ કરવા સાથે રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામા આવે તેમજ આ વર્ષે એક જ ઓનલાઈન રાઉન્ડ કરી ખાલી બેઠકો કોલેજોને ભરવા સોંપી દેવામા આવે. એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને અપાતી સ્કોલરશિપ હજુ સુધી મહેસાણા સહિતના ત્રણ જિલ્લામા ન મળી હોવાથી તાકીદે સ્કોલરશિપ આપવામા આવે.

આ વર્ષે એડમિશન કમિટી દ્વારા એડમિટેડ બેઠકોનું પ્રમાણિત લિસ્ટ જાહેર કરાયે ત્યારે મેનેજમેન્ટ કવોટા,એનઆરઆઈ ક્વોટા અને સ્ટેટ ક્વોટા સિવાયના અન્ય કોઈ ક્વોટમાં વર્ગિકરણ કરવામા ન આવે.ખાલી બેઔઠકો પરના પ્રવેશ સયમે એડમિશન ઓન વેકેન્ટ સીટ્સ અંડર મેનેજમેન્ટ ક્વોટા તરીકે દર્શાવાય. કોલેજો દ્વારા એવી પણ માંગ કરાઈ છે કે સ્ટાફનો પગાર કરવા માટે સરકાર દ્વારા બે ટકાના દરે લોન આપવામા આવે અને સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહતે પેકેજમાં કોલેજોને પણ સમાવવામા આવે.મહત્વનું છે કે કોલેજો તરફથી થયેલી વિવિધ માંગો મુદ્દે હાલ તો સરકારે કોઈ નિર્ણય કર્યો નથી અને કરોડોનો બોજ પડવા સાથે ઘણા ટેકનિકલ પ્રશ્નો હોવાથી સરકારે હાલ તમામ મુદ્દે વિભાગીય વિચારણા કરવા બેઠકમાં જરૂરી ઠરાવો કર્યા છે.