ચીનમાં કોરોનાનો હાહાકાર,ચીનમાં મૃત્યુઆંક વધી 1631 થયો

0
147

અમદાવાદ,તા:15 ચીનમાં કોરોના વાઈરસમાં અત્યાર સુધી 1631 લોકોના મોત થયા છે, જ્યારે 67,535 લોકોને ઈન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યા પ્રમાણે શુક્રવારે 143 નવા કેસ સામે આવ્યા છે. માત્ર હુબેઈમાં જ 2420 નવા ઈન્ફેક્શનના કેસ નોંધાયા છે, જ્યારે 139 લોકોના મોત થયા છે. તે ઉપરાંત હેનાન શહેરમાં 2 લોકો અને બેઈજિંગ અને ચોંગકિંગમાં 1-1 લોકોનું મોત થયું છે. ચીનના 31 રાજ્યોમાં કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થયું છે. હુબેઈમાં અત્યાર સુધી કુલ 54,406 કેસ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં બનાવેલા આઈટીબીપી કેમ્પમાં રહેતા લોકોના અંતિમ નમૂના લેવામાં આવ્યા છે, હવે તેમને ઘરે મોકલવામાં આવશે. મૃતકો અને ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યામાં થતા વધારાને ધ્યાનમાં રાખીને નેપાળ, ભૂટાન અને ચીનની બોર્ડર પર તહેનાત આઈટીબીપી અને એસએસબી જવાનોને વધારે એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરીને કહ્યું છે કે, બોર્ડર ચેકપોસ્ટ ઉપર પણ શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા માટે એરપોર્ટ જેવી સુરક્ષા રાખવામાં આવી છે. જ્યારે ડીજીસીએએ એરપોર્ટ પ્રશાસનને નિર્દેશ આપ્યા છે કે, તેઓ ચીન સિવાય જાપાન અને દક્ષિણ કોરિયાથી આવતા યાત્રીઓની તપાસ શરૂ કરશે.