ચેકપોસ્ટ બંધ છતા ભ્રષ્ટાચાર ચાલુ !!

0
192

અમદાવાદ ,તા:27 આરટીઓ ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાથી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો અને 20 નવેમ્બર 2019થી ગુજરાતની તમામ 16 ચેકપોસ્ટને બંધ કરી દેવામાં આવી હતી. જોકે, કુચવાડા ચેકપોઈન્ટ પર રૂપિયા લેવામાં આવતા હોવાની રાવ ઉઠી હતી. દરમિયાન બનાસકાંઠાની કુચાવાડા ચેકપોઈન્ટ પર એસીબીએ પહેલી ટ્રેપ ગોઠવી હતી. જેમાં બે આરટીઓ અધિકારી એન.ડી ટંડેલ, યુ.કે પટેલ અને એક ડ્રાઈવરને 300 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ચેકપોસ્ટ નાબૂદ થયા બાદ આરટીઓ પર થયેલી પહેલી ટ્રેપમાં કુચાવાડા ચેકપોઈન્ટ પર બે આરટીઓ અધિકારી સહિત ત્રણને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, આરટીઓ ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાથી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, આરટીઓ ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાથી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. જોકે, ચેકપોસ્ટ નાબૂદ થવા છતા આરટીઓ વિભાગમાં ભ્રષ્ટાચાર યથાવત હોવાનું લાગી રહ્યું છે.