છોટાઉદેપુરઃ મહિલાને માર મારવાનો મામલો, પોલીસે 15 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

0
55
  • છોટાઉદેપુરઃ મહિલાને માર મારવાનો મામલો
  • વાયરલ વીડિયો છોટાઉદેપુર જિલ્લાનો હોવાનું આવ્યું સામે
  • પીડિત સગીર વયની યુવતી હોવાનું આવ્યું સામે
  • ગામના આગેવાન અને કુટુંબીઓ દ્વારા યુવતીને અપાઈ પ્રેમની સજા
  • પોલીસે 15 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

છોટાઉદેપુર,તા:28 મહિલાને તાલિબાની સજા આપવાનો વિડિઓ વાયરલ થયા બાદ ઘટના છોટાઉદેપુર જિલ્લાની હોવાનું સામે આવ્યું છે. પીડિતા સગીર વયની છે અને તેણે કુટુંબના સભ્યો તેમજ ગામના આગેવાન દ્વારા પ્રેમ ની સજા અપાઈ છે. પોલીસે 15 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં એક મહિલાને બેરહેમી પૂર્વક માર માર્યાનો એક વિડિયો વાયરલ થયો, વિડિયોમાં એક મહિલાને ત્રણ થી ચાર શખ્સો બેરહેમી પૂર્વક લાકડીના ફટકા મારી રહ્યા છે તો મહિલાની ઓઢણી ખેંચી વાળ પકડી તેને ગડદા પાટુનો માર મારી રહ્યા છે… વીડિયો વાયરલ થતાં પોલીસ હરકત. માં આવી, પોલીસની પ્રથામિક તપાસમાં વિડિયો રંગપુર પોલીસ મથકના બિલવંટ ગામનો હોવાનું સામે આવ્યું ત્યારે પોલીસે ભોગ બનનાર મહિલાની તપાસ કરતા મહિલા કોલબોકડિયા ગામે તેની માસી ને ત્યાં હોવાની જાણ થતા પોલીસે મહિલાનો સંપર્ક કર્યો, મહિલા 17 વર્ષની સગીર છે અને તે ગામનાજ એક યુવાન ના પ્રેમ માં હતી અને તેની સાથે ભાગી ગઇ હતી, ગામના જ યુવક સાથે ભાગી જવાને લઈ ગામના કોટવાળ અને સગીરાના કાકાના છોકરા તેમજ ફળિયાના કેટલાક શખ્સોએ સગીરાને ગામના યુવક સાથે પ્રેમ કરવાની તાલિબાની સજા ના ભાગ રૂપે તેને ગામમાં સરા જાહેર ગમાલોકોની હાજરીમાં બેરહેમી પૂર્વક માર માર્યો હતો, પોતાની સગીર દિકરીને બચાવવાનો પ્રયત્ન કરનાર સગીરાના પિતાને પણ માર માર્યો હતો,ગામલોકો મૂક પ્રેક્ષક થઈને તમાશો જોતા હતા, સગીરા પોતાને બચાવવા ચીસો પાડતી જતી હતી અને મદદ ની ગુહાર લગાવતી રહી પણ ગામના કોઈએ તેને બચાવવાનો પ્રયત્ન ન કર્યો, તો ગામના જ કેટલાક લોકો આ ઘટના ને મોબાઈલમાં ઉતારી વાયરલ કરતા સમગ્ર ઘટના સામે આવી છે.. ઘટનાને લઈ પોલીસે પીડિતાના પિતા ની ફરિયાદ ને લઈ ગામના કોટવાળ સહિત 15 લોકો સામે IPC ની કલમ 147, 148,149,323,325,504,506(2),354 તેમજ આઈ ટી એકટ 67 તથા પોક્સો ની કલમ 12 મુજબ નો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.