ટેક્નોલોજી માર્કેટ રિસર્ચ કંપની કાઉન્ટપોઈન્ટએ દુનિયાભરના સૌથી વધારે વેચાણ થયેલાં સ્માર્ટફોનનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં વર્ષ 2019નો ત્રીજા ત્રિમાસિકગાળો એટલે કે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધીનો ડેટા સામેલ છે. આ લિસ્ટમાં ‘આઈફોન XR’ ટોચનાં સ્થાને છે. ત્રીજા ત્રિમાસિકગાળા દરમિયાન એપલનાં‘આઈફોન XR’નું ગ્લોબલી માર્કેટ શેર 3% હતું. ટોપ 10 સ્માર્ટફોનની લિસ્ટમાં સેમસંગ અને ઓપો કંપનીના 3-3 સ્માર્ટફોન સામેલ છે.

ટોપ-10 લિસ્ટમાં કંપનીના સ્માર્ટફોનની સંખ્યા

 

કંપની         સ્માર્ટફોનની સંખ્યા

એપલ           2 સ્માર્ટફોન

સેમસંગ         3 સ્માર્ટફોન

ઓપો           3 સ્માર્ટફોન

શાઓમી        1 સ્માર્ટફોન

હુવાવે           1 સ્માર્ટફોન