જાપાનની નાઓમી ઓસાકા બની વિશ્વની સૌથી અમીર રમતવીર

0
11

નવી દિલ્હી
તા : 23
અમેરિકાની સેરેના વિલિયમ્સ છેલ્લા ચાર વર્ષથી રમતગજતની સૌથી અમીર મહિલા રમતવીર હતી પરંતુ હવે તેનું સ્થાન જાપાનની 22 વર્ષીય નાઓમી ઓસાકાએ લઈ લીધું છે. ફોર્બ્સ મેગેઝિનની યાદી મુજબ જાપાનની આ ટેનિસ સ્ટારે ગયા વર્ષે એટલે કે છેલ્લા 12 મહિનામાં 3.74 કરોડ ડોલર એટલે કે લગભગ ત્રણ અબજ રૂપિયાની કમાણી કરી છે. બે વખત ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારી એશિયન સ્ટાર નાઓમી ઓસાકાએ આ મામલામાં તેની અમેરિકન હરીફ સેરેના વિલિયમ્સનું સ્થાન લઈ લીધું છે. છેલ્લા એક વર્ષમાં મેચ ફીની રકમ, જાહેરાતો અને પુરસ્કારની આવકમાં સેરેના વિલિયમ્સની આવક નાઓમી ઓસાકા કરતાં 14 લાખ ડોલર જેટલી ઓછી છે.

જોકે આ બંને ખેલાડી સેરેના અને ઓસાકાએ ટેનિસજગતમાં સૌથી વધુ કમાણી કરવાનો મારિયા શારાપોવાનો રેકોર્ડ તો તોડ્યો જ છે. શારાપોવાએ 2015માં બે કરોડ 97 લાખ ડોલરની કમાણી કરી હતી. 2016માં સેરેનાએ મારિયા શારાપોવાને પાછળ રાખી અને ત્યારથી સળંગ ચાર વર્ષ સુધી સૌથી વધુ કમાણી કરનારી ખેલાડીઓમાં સેરેનાનું વર્ચસ્વ હતું. જોકે તમામ રમતમાં વિશ્વના સૌથી અમીર ખેલાડીની યાદીમાં ઓસાકા મોખરે છે તો સેરેના 33મા ક્રમે આવી ગઈ છે. 2018માં પુત્રીને જન્મ આપવાને કારણે સેરેના વિલિયમ્સ ટેનિસથી દૂર થઈ ગઈ હતી.