જૂનાગઢ / લોકડાઉનના કારણે નાના મજૂરોની રોજીરોટી છીનવાઈ

0
139

જૂનાગઢ,તા:25

  • ભેસાણના ખેડૂત ચાર વિઘામાં કરે છે ફુલઝાડની ખેતી
  • સામાજિક પ્રસંગો બંધ હોવાથી નથી થતું ફૂલનું વેચાણ
  • છૂટ છાટ આપી હકારાત્મક વલણ અપનાવવા માગ

જૂનાગઢના ભેસાણમાં કોરોના વયરસમાં સરકારના નિયમ મુજબ ચાલી રહેલા લોકડાઉનની સ્થિતિએ ખેડૂતો તેમજ મજૂરી કરી જીવન નિર્વાહ કરતા લોકોની રોજીરોટી છીનવાઈ છે ત્યારે ભેસાણના એક ખેડૂતે ચાર વિઘા જમીનમાં ફુલઝાડની ખેતી કરેલ છે જેમાં અલગ અલગ ફૂલોની ખેતી કરી છે.ફુલોની ખેતીમાં મહેનત કરી ખુબજ ખર્ચ કરી 50 હજાર જેવો ખર્ચ લાગે છે.લોકડાઉનની સ્થિતિમાં સરકારના જાહેરનામા મુજબ મંદિરોને બંધ છે, લગ્ન સંપૂર્ણ બંધ છે, જાહેર કાર્યકમો બંધ છે. ફુલમાર્કેટ અને બજારો પણ સંપૂર્ણ બંધ હોવાથી તૈયાર થયેલ ફૂલનું વેચાણ થતું નથી ખડૂતોની રોજીરોટી છીનવાઈ જતા સરકાર તરફથી કંઈક છૂટ છાટ આપી હકારાત્મક વલણ અપનાવે તેવી માંગ ઉઠી છે