જો IPLની 13મી સીઝન રદ થશે તો ધોની નાં ભવિષ્ય પર થશે અસર..?

0
11

મુંબઈ
તા. 18
IPL ની 13મી સીઝનની અત્યંત આતુરતા પૂર્વક મહેન્દ્ર સિંહ ધોનીનાં ફેન્સ રાહ જોઈ રહ્યા હતા. લગભગ તમામ લોકોનું માનવું હતું કે આ ટૂર્નામેન્ટમાં ધમાકેદાર પ્રદર્શનથી ધોની ટીમ ઈન્ડિયામાં પરત ફરશે કોરોનાવાયરસનાં સંક્રમણનો વધતો ખતરો જોઈને IPLની ટૂર્નામેન્ટને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે, ત્યારે હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે આ વર્ષની IPL ટૂર્નામેન્ટ કદાચ રદ પણ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે, ત્યારે આ સમયે પૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કોમેંટેટર આકાશ ચોપડાએ આ મામલે પોતાનો અભિપ્રાય મૂક્યો છે કે જો IPL ટૂર્નામેન્ટ રદ થશે તો ધોનીનું ભવિષ્ય શું.

મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી વખત ઈન્ટરનેશનલ ક્રિકેટ આઈસીસી વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જુલાઈ 2019માં રમી રહી, ત્યાર પછીથી તેઓ ક્રિકેટથી બ્રેક લીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ તેમણે આ વર્ષની ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ લિસ્ટથી બહાર કરી દીધા છે. ઘણા ક્રિકેટ વિશેષજ્ઞ અને ફેન્સનું માનવું છે તે ધોની IPLમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ટીમમાં પરત આવશે, અને આ વર્ષનાં ઓક્ટેમ્બર-નવેમ્બરમાં યોજનારી આઈસીસી વર્લ્ડ ટી-20માં ભાગ લેશે ત્યારે આકાશ ચોપડાનું માનવું છે કે ધોની જેવા ક્રિકેટરને ઈન્ટરનેશનલ ટીમમાં પરત ફરવા માટે IPLની જરૂરત નથી.

તેમણે જણાવ્યું કે ધોની જેવા ક્રિકેટર માટે IPL ક્યારેય પણ યાર્ડસ્ટિક હતું જ નહી. જો તેઓ આઈપીએલમાં રન બનાવશે તો લોકો બોલશે ધોનીને ટીમમાં બોલાવી લો, અથવા આ કરીલો તે કરીલો વગેરે વગેરે, એમેસને ખબર છે કે તેઓ શું કરી રહ્યા છે. જો તેઓ પરત ફરવા નથી ઈચ્છતા તો મને નથી લાગતું IPLમોટું ફેક્ટર છે. જો તેઓ પરત ફરવા ઈચ્છે છે તો પોતાને સક્ષમ કરશે અને ટીમમાં સામેલ થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે ધોની અનુભવી ખેલાડી છે. જો ભારતને ધોનીની જરૂરયાત છે તો IPLની સાથે અને IPLની વગર પણ છે.