ઝારખંડ ચૂંટણી પરિણામ 2019 @Live/ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર

0
50

ઝારખંડ,તા:23 ઝારખંડનાં મુખ્યમંત્રી અને જમશેદપુર (પૂર્વ) નાં ભાજપનાં ઉમેદવાર, રઘુબરદાસ 342 મતો સાથે આગળ, અપક્ષ ઉમેદવાર સરયુ રાય પાછળ છે.ઝારખંડની 81 વિધાનસભા સીટોના ચૂંટણી પરિણામો આજે આવવાના છે.સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. તે પછી ઈવીએમનાં મતોની ગણતરી કરવામા આવશે. શરૂઆતનાં વલણોમાં કોંગ્રેસ ગઠબંધન અને ભાજપ વચ્ચે સખત ટક્કર બતાવે છે.તમામ 24 જિલ્લા મુખ્યાલયોમાં 8 વાગ્યાથી ગણતરી શરૂ થઇ ગઇ છે. તેના માટે ચૂંટણી પંચે તમામ બંદોબસ્ત કરી લીધો છે. રાજ્યમાં બહુમતીનો આંકડો 41 છે. હાલ એક્ઝિટ પોલના મતે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની શકયતા છે.

બાબુલાલ મરાંડી ધનવર બેઠક પરથી 2841 મતોથી આગળ છે.

ભાજપ 27 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ-જેએમએમ-આરજેડી ગઠબંધન 43 બેઠકો પર આગળ છે.

81 બેઠકો પર સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: 27 બેઠકો પર ભાજપ અગ્રેસર છે, 25 પર જેએમએમ, કોંગ્રેસ 13 પર, આરજેડી 5 પર, જેવીએમ (પી) 4, એજેએસયુ 3, બસપા 2 અને સીપીઆઇ (એમએલ) 1 બેઠક પર આગળ છે.

78 બેઠકો માટે સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: ભાજપ 29 બેઠકો પર આગળ છે, 23 પર જેએમએમ, કોંગ્રેસ 11 પર, આરજેડી 5 પર, જેવીએમ (પી) 4, એજેએસયુ અને બીએસપી 2 અને સીપીઆઈ (એમએલ) 1 સીટ પર આગળ છે.

પૂર્વ સીએમ અને જેવીએમ (પી) નાં બાબુલાલ મરાંડી ધનવર બેઠક પરથી 2841 મતોથી આગળ, સીપીઆઈ (એમએલ) નાં રાજકુમાર યાદવ પાછળ છે.68 બેઠકો માટે સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: ભાજપ 22 સીટો પર આગળ, 21 પર જેએમએમ, કોંગ્રેસ 10 પર, આરજેડી 5 પર, જેવીએમ (પી) 4, એજેએસયુ અને બીએસપી 2 અને સીપીઆઈ (એમએલ) 1 બેઠક પર આગળ છે.

દુમકા બેઠક પરથી હેમંત સોરેન પાછળ ચાલી રહ્યા છે, ભાજપનાં લુઇસ મરાંડી 6329 મતોથી આગળ છે.

જેએમએમનાં હેમંત સોરેન બરહાઇટ વિધાનસભા મત વિસ્તારમાંથી 664 મતોથી આગળ, ભાજપનાં સિમોન માલ્ટો પાછળ ચાલી રહ્યા છે.

ઝારખંડનાં મુખ્યમંત્રી અને જમશેદપુર (પૂર્વ) નાં ભાજપનાં ઉમેદવાર, રઘુબરદાસ 342 મતો સાથે આગળ, અપક્ષ ઉમેદવાર સરયુ રાય પાછળ છે.

46 બેઠકો માટે સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: ભાજપ 17 બેઠકો પર આગળ, કોંગ્રેસ 7 પર, જેએમએમ 13 પર, આરજેડી 3 પર, એજેએસયુ અને બીએસપી બે બેઠકો પર અને સીપીઆઈ (એમએલ) 1 પર આગળ છે.

37 બેઠકો માટે સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: ભાજપ 13 બેઠકો પર આગળ, કોંગ્રેસ 7 પર, આરજેડી 3 પર, જેએમએમ 10 પર, એજેએસયુ અને ભાજપે 2 બેઠકો પર મેળવી જીત.

પ્રથમ તબક્કાનાં મતની ગણતરી પૂર્ણ. ભાજપનાં લુઇસ મરાંડી 3209 બેઠકોથી આગળ, જેએમએમનાં હેમંત સોરેન દુમકામાં પાછળ.

સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: 8 બેઠકો પર ભાજપ અગ્રેસર છે, 6 પર કોંગ્રેસ, 3 પર આરજેડી, 4 પર જેએમએમ અને 1 બેઠક પર એજેએસયુ આગળ છે.
ઝારખંડ ચૂંટણી પરિણામ 2019 @Live/ ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર, જાણો

સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: BJP 5 બેઠકો પર અગ્રેસર છે, કોંગ્રેસ 4 પર, આરજેડી 3 પર, જેએમએમ 2 પર અને એજેએસયુ 1 બેઠક પર આગળ છે.

સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: BJP 3 બેઠકો પર અગ્રેસર છે, કોંગ્રેસ, જેએમએમ, આરજેડી બે પર અને એજેએસયુ એક બેઠક પર આગળ છે.

સત્તાવાર ચૂંટણી પંચનાં વલણો: ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (એજેએસયુ) 1 બેઠક પર આગળ છે. ગોમિયા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર લંબોદર મહતો આગળ છે.

ઝારખંડની વિધાનસભા બેઠકો માટેની મતગણતરી સોમવારે સવારે આઠ વાગ્યે તમામ 24 જિલ્લા મથકોમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે શરૂ થઈ હતી.

એક રાઉન્ડમાં વધુમાં વધુ 14 ઈવીએમ મતોની ગણતરી કરવામાં આવશે. દરેક રાઉન્ડમાં મત ગણતરી બાદ ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી અધિકારીઓ પોતપોતાના જિલ્લાનાં સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવામાં વ્યસ્ત છે.

ઝારખંડની 57 બેઠકોનાં વલણો આવી ગયા છે, 21 બેઠકો પર ભાજપ અને 21 બેઠકો પર કોંગ્રેસનું ગઠબંધન આગળ છે. જ્યારે 4 બેઠકો પર જેવીએમ, 7 બેઠકો પર એજેએસયુ અને 4 બેઠકો પર અન્ય પક્ષો આગળ છે.

ચૂંટણીમાં સૌથી પ્રમુખ ઉમેદવાર મુખ્યમંત્રી રઘુબરદાસ, તેમના પૂર્વગામી હેમંત સોરેન, ઓલ ઝારખંડ વિદ્યાર્થી સંઘનાં પ્રમુખ સુદેશ મહતો અને ઝારખંડ વિકાસ મોરચાનાં બાબુલાલ મરાંડી છે. જેનું ભાગ્ય આજે નક્કી થવાનું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસનાં ગઠબંધને મતદારોને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાજ્યમાં અલગ-અલગ 9 રેલીઓ થઈ હતી.