ટીવી સ્ક્રિન્સ પાર છવાઈ ગયો એકતા કપૂરનો આ થ્રિલર શૉ….

0
182

એકતા કપૂર દ્વારા નિર્મિત નાગિન શો હમેંશાથી ચાહકો માટે અગ્રેસર રહ્યો છે. બાલાજી ટેલીફિમ્સ ના સક્સેસફુલ શોઝ માંનૂ એક એટલે કે “નાગિન”.નાગિન શૉ ની 3 સક્સેસફુલ સીઝનસ બનાવ્યા પછી ફરી એક વાર એકતા કપૂર આ સિરીઝ નો 4થો ભાગ દર્શકો માટે લાવી છે તો ફેન્સ આ તેને પણ ખુબ જ પસંદ કર્યો છે.થ્રીલર સિરિયલના કારણે લોકોમાં ઉત્સુક્તા વધી રહી છે.નાગિન-૪ ટીવી પરદે શરૂ થતાં જ છવાઇ ગયો છે.ટીઆરપીના ચાર્ટમાં હાલમાં તે ટોચ પર છે.

 

 

 

 

 

 

તો આની અવળી અસર પડી છે રિયાલિટી શૉ “બિગ બૉસ” પર… બિગ બોસ શો ગયા અઠવાડીયએ ટોપ ટેનની રેસમાંથી બહાર નીકળી તેરમા સ્થાને હતો.. આ કારણે સમગ્ર ટીમ ખુશ છે. સુપરનેચરલ થ્રિલર એવો આ શો ટીવી પરદે સોૈથી વધુ જોવામાં આવતો શો છે.

 

 

 

 

 

નાગિન 4 ની સ્ટાર કાસ્ટ માં જાસ્મીન ભસીન,નિયા શર્મા ,અપર્ણા કુમાર,વિજયેન્દ્ર કુમેરિયા જેવા સ્ટાર્સ શામેલ છે.