ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ,અલગ અલગ અધિકારીને સોંપાઈ જવાબદારી

0
340

અમદાવાદ,તા:15 રાજ્ય સરકારે 24 ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખની અમદાવાદ મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ તૈયારીઓને પગલે રાજ્ય સરકારે 18 IAS અને ત્રણ IPS અધિકારીઓને જવાબદારી સોંપી છે. જેમાં મોટેરા સ્ટેડિયમની સૌથી મહત્વપૂર્ણ ઈવેન્ટના સંકલનની તથા સ્ટેડિયમના પ્રેક્ષકોને લગતી જવાબદારી અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવી છે. આ કામગીરીમાં સામાન્ય વહીવટી વિભાગના અગ્ર સચિવ કમલ દાયાણી મદદરૂપ બનશે.જ્યારે રાજ્યના માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને ટ્રમ્પ જે રૂટ પરથી પસાર થવાનાથી તેની તથા એરપોર્ટ બ્રાન્ડિંગની જવાબદારી આપી છે.

કયા અધિકારીને કઈ જવાબદારી ?

એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર: પોલીસ વડા શિવાનંદ ઝા અને પોલીસ કમિ. આશિષ ભાટિયા
એરપોર્ટ પર સાંસ્કૃતિક સ્વાગત: સી.વી.સોમ(IAS)
સાબરમતી આશ્રમ મુલાકાત: મમતા વર્મા તથા કલેક્ટર કે.કે.નિરાલા(IAS)
સ્ટેડિયમનો સાંસ્કૃતિક કાર્યક્રમ: ગુજરાત ક્રિકેટ એસોસિયેશન સંભાળશે
સ્ટેડિયમમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે સંકલન: જીસીએ અને ઈન્ડેકસ્ટ
બી. ગ્રાઉન્ડ પર સુવિધા: હરિત શુકલા(IAS), રાહુલ ગુપ્તા(IAS) અને ઈન્ડેક્સ્ટ બી.
સ્ટેડિયમ પર કન્ટ્રોલ રૂમ, લોજિસ્ટિક્સ: ધનંજય દ્વીવેદી(IAS)
સ્ટેડિયમ પર સ્ટેજ સંકલન: હરિત શુકલા, ગુજરાત ક્રિકેટ એસોસિયેશન
પાર્કિંગથી સ્ટેડિયમ સુધી વ્યવસ્થા: રાકેશ શંકર(IAS)
મીડિયા સંકલન: અશ્વિની કુમાર(IAS)
સુરક્ષા,કાયદો અને વ્યવસ્થા: રાજ્ય પોલીસ વડા(IPS) અને પોલીસ કમિશનર(IPS)
એરપોર્ટ મંજૂરી-સંકલન: લોચન સહેરા(IAS), કેપ્ટન અજય ચૌહાણ(IAS)
ટ્રાન્સપોર્ટેશન: એસ.જે હૈદર(IAS)
સ્ટેડિયમ પર પાર્કિંગ ફાળવણી: સંદીપ વસાવા, વિજય નેહરા(IAS), અજય તોમર(IPS)
સ્ટેડિયમ પર પાર્કિંગની જવાબદારી: રાજેશ માન્જુ(IAS) અને શહેર પોલીસ
આરોગ્ય સેવા: જયંતિ રવિ(IAS), જય પ્રકાશ શિવહરે(IAS) અને જીસીએ