ટ્વીટરમાં આવ્યું નવું ફીચર

0
67

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરમાં એક નવા ફીચરનો ઉમેરો થયો છે. આ નવાં ફીચરની મદદથી યુઝર DM અર્થાત ડાયરેક્ટ મેસેજમાં અન્ય યુઝર્સે મોકલેલા મેસેજ પર રિએક્શન આપી શકશે. ટ્વિટરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
આ ફીચરમાં 7 પ્રકારના રિએક્શન ઈમોજી આપવામાં આવ્યા છે. અન્ય યુઝર્સના DM પર રિએક્ટ કરવા માટે યુઝર્સે DMમાં જઈને અન્ય યુઝર્સના મેસેજની બાજુમાં હાર્ટ+ સિમ્બોલ પર ક્લિક કરવાનું રહેશે. આ સિમ્બોલ પર ક્લિક કરવાથી યુઝરને 7 અલગ અલગ રિએક્શન આપવાના ઓપ્શન મળશે.

આ ઓપ્શન્સમાંથી કોઈ એક પસંદ કરીને ડબલ અથવા સિંગલ ટેપ કરીને યુઝર મનગમતું રિએક્શન આપી શકે છે. મજાની વાત એ છે કે યુઝર્સ તેના રિએક્શનને અનડુ અર્થાત પાછું પણ લઇ શકે છે. તેના માટે યુઝરે રિએક્ટ કરેલા સિમ્બોલ પર ક્લિક કરીને ઓપન થતી પોપ અપ વિન્ડોમાં undo પર ક્લિક કરવાનું રહેશે.