ડોક્ટર બન્યો રાક્ષસ:ડોક્ટરે દર્દીના સગા પર કર્યો ચપ્પુ વડે હુમલો

0
83

જામનગર,તા:15 ડોક્ટરને આમતો ભગવાનનું બીજુ રૂપ માનવામાં આવે છે.. પરંતુ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ડોક્ટર રાક્ષસ બન્યો છે.ખંભાળિયાની સાકેત હોસ્પિટલના ડો.સોમાત ચેતરિયાએ દર્દીના પરિવરજન પર ચપ્પુ વડે હુમલો કર્યો છે.

દર્દીના સંબંધી ભૂલથી ચંપલ પેરી ની હોસ્પિટલમાં પ્રવેશ કરતા બોલાચાલી થઈ હતી.બાદમાં ગુસ્સે ભરાઈ ડોક્ટરે રાણ ગામના ભોજા હજુભાઈ શખરાને ગળાના ભાગે ચપ્પુના મારતા ભોજભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

બાદમાં ડોક્ટરે દર્દીને પણ અડધી સારવારે જ હોસ્લિટલમાંથી ડિસ્ચાર્જ કરી દઈ માનવતા નેવે મુકી દઈ રાક્ષસી કાર્ય કર્યુ હતું. સમગ્ર ઘટના મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા ડોક્ટર પલાયન થયો ગયો હતો.