તબલીગ જમાતમાં ગયેલા સુરતમાં 30 હજુ સુધી નથી મળ્યા ?

0
144

સુરત, તા:01 દિલ્હીમાં તબલીગ જમાત સંમેલનમાં 2000થી વધુ લોકો ભેગા થયા હતા જેમાંથી 300થી વધુ લોકો કોરોનાનો શિકાર બન્યા હોવાની શંકા છે. ગુજરાતમાં એક વૃદ્ધનું આ જ જમાતમાં જઈને આવ્યા બાદ કોરોનાથી મોત થઈ ચુક્યુ છે જ્યારે તેલગણાં અને ભારતના અન્ય રાજ્યોમાં પણ આ જમાતમાં ભાગ લઈને ગયેલા લોકોએ કોરોના ફેલાવ્યો છે. સુરતમાં 73 જેટલા લોકો આ ધાર્મિક સંમેલનમાં ભાગ લેવા ગયા હતા જેમાંથી 30 લોકો સુધી હજુ સુઘી તંત્ર પહોંચી નથી શક્યુ. લોકલ ટ્રાન્સમિસનનો ફેલાવો આ જમાતમાં ભાગ લીધેલા લોકોથી છે ત્યારે 30 કોરોના શંકાસ્પદ લોક સુરતમાં ખુલ્લેઆમ ફરી રહયા છે.

દિલ્હીમાં તબલીગ જમાત સંમેલનનો મામલોમાં સુરતમાંથી પણ 73 લોકોએ ભાગ લીધો હતો. સુરતનાં 73માંથી 43 લોકો મળી આવ્યા છે. આ 43 લોકોને તાત્કાલિક સેન્ટ્રલ ક્વોરન્ટાઈન કરાયા છે. સુરત મ્યુનિ. કોર્પોરેશને આખી રાત કામગીરી કરીને આ લોકોની માહિતી એકઠી કરી છે પણ ખુલ્લા ફરી રહેલા 30 લોકો ખતરા સમાન છે. શહેરમાં કોરોના વાઈરસનો પોઝિટિવ કેસનો આંકડો 10 પર પહોંચ્યો છે. જેમાં એક વૃદ્ધનું મોત અને એક મહિલા રિકવર થઈ છે.

પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, દિલ્હી 73 સુરતીઓ ગયા હતાં આ લોકોમાં પણ કોરોનાનો ચેપ હોય શકે છે માટે આ તમામ લોકોને હાલ શોધવાની કામગીરી ચાલી રહી છે. લોકોને વિનંતી કરતાં કમિશનરે કહ્યું કે, આ લોકો આપની આસપાસ હોય તો આપ માહિતી આપી શકો છો જેથી કોરોનાનો ચેપ ન ફેલાય.