એક સમય હતો જ્યારે નાના નાના સ્માર્ટફોનનો જમાનો હતો. હવે સમય બદલાયો છે અને મોટી સ્ક્રીન વાળા ડિવાઇસનો જમાનો છે અને ખુબજ લોકપ્રિય થઈ રહ્યા છે. જો કે ચીન ટેકનોલોજી ક્ષેત્રે કોઈને કોઈ નવી વસ્તુઓ લઈને આવે છે અને હંમેશા આગળ રહે છે. આ વખતે ચીન દુનિયાનું સૌથી નાનું લેપટોપ લઈને આવ્યુ છે.ચાઈનીઝ કંપની Magic Ben આ ડિવાઈસનું નામ Mag1 રાખ્યુ છે.

ડિવાઇસની સાઈઝ કોઈ A5 શીટથી ઓછી છે. 20.7×14.6×1.8cmનું આ કોમ્પ્યુટર 700 ગ્રમ વજનનું છે અને એપલ લેપટોપ Macbookની સરખામણીએ વધારે પોર્ટસ આપવામાં આવ્યા છે. આ લેપટોપની ખાસીયત છે તેમાં ત્રણ ફુલ સાઈઝના યૂએસબી 3.0 પોર્ટ, ટાઇપ-સી કનેક્ટર, માઈક્રોએસડી કાર્ડ રીડર, એક ઓડિયો સોકેટ અને એક માઈક્રો એચડીએમઆઈ પોર્ટ આપવામાં આવેલ છે.Magic Ben Mag1 અલ્ટ્રા પોર્ટેબલ લેપટોપની કિંમત Gearbest પર 790 ડૉલર એટલેકે 56,000 રૂપિયા છે. રિપોર્ટ અનુસાર આ નાનકડું હલ્કુ, પાતળું પાવરફુલ ડિવાઇસ છે. આ ડિવાઇસમાં હાઈ એન્ડ Intel Core M3-8100Y CPU, 16 GB રેમ અને 512 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવેલ છે. આ લેપટોપને યૂએસપી ટચસ્ક્રીન ડિસ્પ્લે છે, જેનો રેશિયો 16:10 અને રિઝોલ્યુશન 2560×1600 પિક્સલ છે.ખુબજ નાનું હોવા છતામ તેમાં 30AHr બેટરી આપવામાં આવી છે. આ લેપટોપ સાત કલાકનું બેકઅપ આપશે. આની ખાસ વાત એ પણ છે કે આ લેપટોપને ટાઈપ સી કનેક્ટરની મદદથી કોઈ પણ પાવરબેન્ક સાથે ચાર્જ કરી શકાશે. જો કે આ લેપટોપમાં કોઈ વેબકેમ આપવામાં આવ્યો નથી. નાની સાઈઝનું આ લેપટોપ તેના શાનદાર ફીચર્સના કારણે લોકપ્રિય થઈ રહ્યુ છે.