તાપીમાં કેમિકલયુકત પાણી છોડાતા સ્થાનિકો પરેશાન

0
65

તાપી,તા:09

  • કંપની દ્વારા છોડાય છે કેમિકલવાળું દુર્ગંધ પાણી
  • જેકે પેપર મીલના કારણે સ્થાનિકોને હાલાકી
  • સ્થાનિકોને પીવા માટે નથી મળતું શુદ્ધ પાણી
  • સ્થાનિકો એક કિલોમીટર દૂર પાણી ભરવા મજૂબર
  • થોડા સમય પહેલા માછલીઓના થયાં હતા મોત

પાણીસોનગઢ તાલુકાના કેટલાક ગામ જેમ કે વાગદા, ઘોડા, પાથરડા, વાડીભેસરાટ, શિગલખાસ જેવા પાંચથી સાત ગામડાના બોરિંગ અને હેડપંપમાંથી કેમિકલવાળું દુર્ગંધ મારતું પાણી નીકળતું હોવાની ફરિયાદો સ્થાનિક લોકો કરી રહ્યા છે. અંહી નજીકમાં આવેલી જેકે પેપર લિમિટેડ કંપનીનું કેમિક્લવાળું પાણી જમીનમાં ઉતરી જવાના કારણે અહીં ખરાબ અને દુર્ગંધ મારતું પાણી જમીનમાંથી નીકળી રહ્યું છે. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે. કે આ કેમિકલવાળા પાણીના કારણે અહીંના લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકી નડી રહી છે. તેમજ થોડા સમય પહેલા કેમિકલવાળું પાણી નદીમાં ઠાલવતા લાખોની સંખ્યામાં માછલીઓના પણ મોત થયા હતા. આ ઉપરાંત સ્થાનિક લોકોનું એમ પણ કહેવું છે કે અમે 50 હજારથી વધારે રૂપિયાનો ખર્ચે કરી ખાનગી બોરવેલ પણ કરાવતા હોય છે. તેમાંથી પણ દુર્ગંધ મારતું અને ગંદું પાણી નિકળે છે. છેવટે તો અમારે આ ખર્ચો માથે પડે છે. કારણે કે બોરવેલમાંથી નિકળતું પાણી પીવા માટે કે ખેતી માટે ઉપયગોમાં લઈ શકતું નથી આજ નદીની આજુબાજુ ઢોર પણ ઘાસચારા માટે રખડતાં હોય છે. અને જો આ ઢોર કેમિકલવાળું પાણી પીસે તો ઢોર પણ મરી જવાના છે એમાં કોઈ બે મત નથી. ખરેખરે આ કંપની સ્થાનિક લોકોના આરોગ્ય સાથે મોટા ચેડાં કરી રહી છે.

આ વિસ્તારના લોકો સરકાર પાસે એવી માંગ કરી રહ્યા છે કે ક્યાં તો જેકે પેપર લિમિટેડનું આ કેમિકલવાળું પાણી નીકળતું બંધ કરાવવામાં આવે, ક્યાં તો પછી એમને 24 કલાક પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે, શું આ ગરીબ આદિવાસીઓને જીવવાનો અધિકાર નથી? શું એમને શુદ્ધ પીવાનું પાણી મળે એવો એમને અધિકાર નથી ? આવા અનેક સવાલોના જવાબ જિલ્લા પ્રશાસન તંત્ર પાસે લોકો પૂછી રહ્યા છે.

મહત્વનું છે સ્થાનિકો દ્વારા 10 થી 12 હેડપંપમાંથી પાણી બહાર કાંઢી જોવામાં આવ્યું તો હેડપંપમાંથી પાણી તો નિકળે છે પણ તેની સાથે કેમિકલવાળું દુર્ગંધ મારતું પાણી પણ નિકળી રહ્યું છે. આ પાણી નથી પીવામાં ઉપયોગ કરી શકાય કે ન ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય જો એક પ્રોજેક્ટથી આટલું નુકસાન થાય છે તો બીજો પ્રોજેક્ટ ચાલુ થશે તો સ્થાનિકો અને આદિવાસી લોકોનું શુ થશે. થોડા સમય પહેલા કેમિકલ વાળા પાણીના કારણે માછલીઓ મરી ગઈ હતી તે મામલે સ્થાનિક તંત્રને રજુઆત કરી તો તંત્રના અધિકારીઓ કહે છે કે કુદરતી પાણીથી માછલીઓ મરી ગઈ હવે કુદરતી પાણીથી ક્યારે માછલીઓ મરતી નથી. જો કંપની સ્થાનિકોની માંગણી ન સ્વીકારે તો આવનાર સયમાં મોટું આંદોલન કરીશું.