‘દબંગ 3’એ પ્રથમ સપ્તાહના 81.15 કરોડની કમાણી કરી, સીએએના વિરોધને કારણે 12 કરોડનું નુકસાન

0
161

મુંબઈ,તા:24 બોલિવૂડનો દબંગ એટલે કે સલમાન ખાન અત્યારે ટીવી શોને લઈ ચર્ચામાં રહ્યા કરે છે. તેની વચ્ચે ફિલ્મ દબંગ 3 પણ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ ગયા અઠવાડિયે એટલે કે 20 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ ઓપનિંગ ડે પર આ ફિલ્મે ઘણી ધીમી કમાણી કરી હતી. 40 કરોડની ઓપનિંગની આશા હતી, પરંતુ ફિલ્મ ખાલી 23-24 કરોડની કમાણી કરી શકી છે.

આ ફિલ્મની કમાણી વીકેન્ડ પર વધી હતી. અને આ ફિલ્મે હવે 100 કરોડની આજુબાજુ પહોંચી ગઈ છે. આ ફિલ્મની ધીમી કમાણીનું કારણ દેશભરમાં ચાલી રહેલા CAAના વિરોધ પ્રદર્શનને માનવામાં આવે છે. જોકે શનિવારે દબંગ 3ની કમાણીમાં કોઈ કમી જોવા મળી નથી. ફિલ્મની રિલીઝના બીજા દિવસે 24.75 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે કમાણી વધી અને લગભગ 31 કરોડની કમાણી કરી.

હવે આ ફિલ્મે લગભગ 81.15 કરોડની આસપાસ કમાણી કરી ચૂકી છે. માનવામાં આવે છે કે ફિલ્મ છેલ્લે સુધી 100 કરોડ પાર કરી લેશે. સલમાન ખાનની આ ફિલ્મના ઘણાં મિશ્ર રિવ્યૂઝ મળી રહ્યા છે. ફિલ્મ જોઈને આવેલા કેટલાક લોકોએ સલમાન ખાનની ફિલ્મને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. જોકે આ નેગેટિવ રિવ્યૂઝની દબંગ-3 પર કંઈ ખાસ અસર થઈ નથી.

એ ઉપરાંત રિલીઝના બીજા જ દિવસે ફિલ્મ ઈંટરનેટ પર લીક થઈ ગઈ હતી. જોકે સલમાનનો સ્ટારડમ આ બધી મુસીબતોમાંથી નીકળતો ગયો છે. ફિલ્મની વાત કરીએ તો સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા, અરબાઝ ખાન, કિચ્ચા સુદીપ અને સઈ માંજરેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મથી મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકરે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.