દમણ માં કોરોના પોઝીટીવ દર્દીનું મોત

0
61

દમણ,તા:08 દમણમાં કોરોના નું સંક્રમણ વધતું જઇ રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે કોરોના થી એક વ્યક્તિ નું મોત થઈ ગયું છે. વિગતો મુજબ દમણના મરવડ કોવિંડ સેન્ટરમાં 47 વર્ષના યુવકનું કોરોના વાયરસના કારણે મોત થયું હોવાના અહેવાલ છે, મૃતક યુવક વાપીની સુપ્રીમ કંપનીમાં નોકરી કરતો હોવાનું અને નાની દમણમાં રહેતો હોવાની વિગતો સામે આવી છે.સાથેજ વધુ 10 કેસ નોંધાતા કુલ આંકડો 202 ઉપર પહોંચી ગયો છે. સાથેજ વધુ ત્રણ નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં મોટી દમણની રોયલ જેમ્સ બિલ્ડિંગ, નાની દમણ ખારીવાડ સ્થિત તિરૂપતિ એપાર્ટમેન્ટ અને નાની દમણ સાગર પેટ્રોલપંપની સામે આવેલી ગ્રીન વેલી વિલા બિલ્ડિંગનો સમાવેશ થાય છે. હાલ દમણમાં કુલ 53 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.આમ દાનહ માં કોરોના ની વાયરસ નું સંક્રમણ વધ્યું છે અને આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું છે.