દાહોદના સંજેલીમાં કોંગ્રેસમાં ભડકાના એંધાણ

0
72

દાહોદ,તા:15

  • દાહોદના સંજેલીમાં કોંગ્રેસમાં ભડકાના એંધાણ
  • કોંગ્રેસ હોદ્દેદારો આપી શકેછે સામુહિક રાજીનામાં
  • કાર્યકારી પ્રમુખને લઈ કાર્યકરોમાં અસંતોષ
  • કાર્યકારી પ્રમુખનું ભાજપ તરફી વલણના આક્ષેપ
  • અમિત ચાવડાને સમગ્ર મામલે પત્ર લખી કરાઈ જાણ
  • નવા પ્રમુખ નીમવા માટે કરવામાં આવી રજૂઆત

દાહોદના સંજેલી તાલુકા કોંગ્રેસમાં ભડકાના એંધાણ સર્જાઈ રહ્યા છે. સંજેલીમાં કોંગ્રેસના હોદ્દેદારોના સામુહિક રાજીનામાં પડે તેવી શક્યતા. વર્ષ 2017થી આજ દીન સુધી તાલુકા પ્રમુખની વરણી ન કરાતા કોંગી કાર્યકરોમાં રોષ વ્યાપો છે. જેને લઈ સંજેલીના કોંગ્રેસ કાર્યકર્તાએ અમિત ચાવડાને પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે, હાલ કાર્યકારી પ્રમુખ દ્વારા તાલુકાનું સંચાલન થઈ રહ્યું છે. કાર્યકારી પ્રમુખ રામસિંગભાઈ ચરપોટનો સ્વભાવ ભાજપ પક્ષ તરફ ઢળી રહ્યો છે. જેને પગલે કોંગી કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તો વધુમાં કાર્યકારી પ્રમુખ ભાજપની તરફેણમાં કાર્ય કરતા હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે. ઉલ્લેખનીય છે કે, સંજેલી તાલુકામાં ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન જે તે સમયના પ્રમુખ રામુભાઈ રાઠોડે એકાએક રાજીનામું આપી દીધું હતું જેને પગલે વિધાનસભાના ઉમેદવાર રઘુભાઈ મછારની કારમી હાર થઈ હતી. તો 2019ની લોકસભાની ચૂંટણીમાં હાલના કાર્યકારી પ્રમુખની સંગઠનની નબળી કામગીરીને લઈ પણ લોકસભાના ઉમેદવાર બાબુભાઈ કટારાને ચૂંટણીમાં ફટકો પડ્યો હતો. આમ ભાજપ જોડેની મીલિભગતના કારણે બન્ને ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને બરતરફ કરી નવા હોદ્દેદારો નિમવા અપીલ કરવામાં આવી છે. ત્યારે હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, જો નવા પ્રમુખની નિમણૂંક નહીં થાય તો કાર્યકરો દ્વારા સામુહિક રાજીનામાં પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને જો આવું બન્યું તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન થઈ શકે છે.