દિલ્હીમાં CRPFના 9 જવાનો કોરોનાની ઝપટે ચડયા

0
75

નવી દિલ્હી
તા : 25
દેશનાં પાટનગર નવીદિલ્હીમાં સીઆરપીએફનાં 9 જવાનો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. અને આ જવાનોનાં સંપર્કમાં આવેલા અન્ય 50 જવાનોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે જવાનો કોરોના સંક્રમીત બન્યા છે. તેમાં 7 કોન્સ્ટેબલ, 1 હેડ કોન્સ્ટેબલ અને 1 ઉપનિરીક્ષક રેન્કનાં અધિકારી છે.

દિલ્હીમાં શુક્રવારે સીઆરપીએફનાં જવાનો કોરોના અસરગ્રસ્ત બન્યા છે. આ અંગે અધિકારીઓએ જણાવેલ હતું કે થોડા દિવસો અગાઉ સહાયક નર્સનાં રુપમાં ફરજમાં તૈનાત એક હેડ કોન્સ્ટેબલ સંક્રમીત થયાની પુષ્ટિ બાદ સંપર્કની શોધ કરવામાં આવેલ બાદ 31મી બટાલિયનની તપાસ કરવામાં આવી હતી.

નર્સ સહાયક અગાઉ જમ્મુ-કાશ્મીરનાં કુપવાડામાં 165મી બટાલિયનમાં તૈનાત હતો. અને તે રજા ઉપર નોઇડા આવ્યો હતો. દરમ્યાન આ જવાનને કાલકાજી ક્ષેત્રની 31મી બટાલિયનમાં આવવાનું કહેવાયું હતું. બાદ તેની તપાસમાં 21 એપ્રિલે તે કોરોના સંક્રમીત હોવાનું બહાર આવેલ હતું.