દિલ્હી હિંસા પર અરવિંદ કેજરીવાલનું ટવિટ !!

0
92

નવી દિલ્હી,તા:26 નાગરિકતા સંશોધન એક્ટને લઇને દિલ્હીમાં થઇ રહેલી હિંસા પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચિંતા વ્યક્ત કરી છે. આજરોજ CM અરવિંદ કેજરીવાલે ટવિટ કરી લખ્યું છે કે તમામ પ્રયત્નો છતાં દિલ્હી પોલીસ હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહી છે. આમ હિંસાગ્રસ્ત વિસ્તારમાં સેના તહેનાત થવી જોઇએ. આ મુદ્દે અરવિંદ કેજરી વાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટવિટ કરી લખ્યું છે કે હું સતત દિલ્હીના કેટલાંક લોકોના સંપર્કમાં છું. હજુ પણ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. પોલીસના તમામ પ્રયત્નો છતાં પરિસ્થિતિ કાબૂમાં મેળવી શક્યા નહી. આવામાં હવે સેના બોલાવી જોઇએ અને હિંસા ગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યું લગાવી દેવો જોઇએ. હું આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર લખીશ