દિલ બેચારા ના ગીત વિશે ભાવુક થઈને આદિત્ય નારાયણે કહી આ વાત

0
34

મુંબઇ,તા:27 આદિત્ય નારાયણ સાત વર્ષ બાદ પ્લેબેક સિંગર તરીકે બોલિવૂડમાં પરત ફર્યા છે. તેણે દિલ બેચરા માટે એક સોંગ રેકોર્ડ કર્યું હતું. તેણે કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે આ છેલ્લી વાર હશે જ્યારે તે સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મમાં કોઈ ગીત ગાશે.

એ.આર.રહેમાન દ્વારા કમ્પોઝ કરવામાં આવેલું સોંગ ‘મેરા નામ કિઝી’ ગીત ગાનારા આદિત્ય યાદ કરે છે કે એક દિવસ મને એ.આર.રહેમાનના સ્ટુડિયોમાંથી ફોન આવ્યો અને તેણે મને રેકોર્ડિંગ માટે બોલાવ્યો. રહેમાન સર સ્ટુડિયોમાં હાજર હતા અને તેમણે વ્યક્તિગત રીતે હાજર રહીને મારી પાસેથી ગીત રેકોર્ડ કરવાનું નક્કી કર્યું હતું.’

તેણે ઉમેર્યું હતું કે ‘મારા મગજમાં ફક્ત એક જ વાત ચાલી રહી હતી કે મારે મારું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવાનું છે અને સાથે સાથે ગીતની મજા પણ લેવી પડશે. બાદમાં મને જાણ કરવામાં આવી કે આ ગીત ‘દિલ બેચારા’ માટે હતું, જે ‘ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ની રિમેક છે અને મારી મનગમતી ફિલ્મ પણ અને તેમાં સુશાંત મુખ્ય ભૂમિકામાં હતો. હું અત્યંત રોમાંચિત હતો. આ પહેલી વાર છે જ્યારે હું સુશાંત માટે ગાઈ રહ્યો હતો અને તે સમયે મને ખબર ન હતી કે આ છેલ્લી વખત પણ બની રહેશે.’

તેણે વધુમાં કહ્યું કે, ‘મેરા નામ કિઝી હૈ’ લગભગ સાત વર્ષ પછી મારા માટે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સિંગિંગ પ્રોજેક્ટ હતો. સુશાંતને યાદ કરતાં આદિત્યએ કહ્યું, ‘એક કલાકાર તરીકે હું હંમેશા સુશાંતને પસંદ કરતો હતો. જ્યારે પણ હું તેને મળ્યો છું ત્યારે મેં તેના ચહેરા પર એક મોહક સ્મિત જોયું છે.’