દિવાળી સુધીમાં દેશમાં વિમાન સેવા નોર્મલ થઈ જશે

0
18

નવી દિલ્હી
તા : 30
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે ૨૫ મેથી દેશમાં સ્થાનિક વિમાન સેવા ફરી શરુ કરાઈ ત્યારથી લઈને ૨૮ મે સુધીમાં કુલ ૧,૮૨૭ ડોમેસ્ટિક લાઈટસ દ્રારા ૧,૬૫,૬૦૫ લોકોએ વિમાન પ્રવાસ કર્યેા હતો. પુરીનું કહેવું છે કે દેશમાં વિમાન સેવા છ મહિનામાં, દિવાળી સુધીમાં રાબેતા મુજબ થઈ જશે.

દેશમાં લોકડાઉનને પગલે આશરે બે મહિનાના ગાળા પછી હવાઈ સેવા શરુ કરવામાં આવી હતી. જોકે આંતરરાષ્ટ્ર્રીય પેસેન્જર લાઇટસ હજી પણ સસ્પેન્ડ છે. સોમવારથી લઈને ગુવાર સુધીમાં ૧૮૨૭ સ્થાનિક લાઇટસ દ્રારા ૧,૬૫,૬૦૫ લોકોને દેશમાં જુદા જુદા શહેરોમાં લાવવા-લઈ જવામાં આવ્યા હતા. પુરીએ ટીટ કરીને જણાવ્યું હતું કે ૨૮ મે, ૨૦૨૦ સુધીમાં ૪૯૪ લાઇટસમાં ૩૮,૦૭૮ પેસેન્જર્સને લઈ જવામાં આવ્યા હતા અને ૪૯૩ લાઇટસ દ્રારા ૩૮,૩૮૯ પેસેન્જર્સ આવ્યા હતા. પુરીનું કહેવું છે કે દેશમાં વિમાન સેવા છ મહિનામાં, દિવાળી સુધીમાં રાબેતા મુજબ થઈ જશે.