દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1600ને પાર

0
100

નવીદિલ્હી
તા : 01
સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે કોરોનાનું સંકટ વધી રહ્યુ છે. દેશભરમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 48 સુધી પહોંચ્યો છે. દેશભરમાં કોરોનાના 1600થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે.દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ અને મોતનો આંકડો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 11 છે અને 300થી વધુ પોઝીટીવ કેસ છે. આ ઉપરાંત તેલંગાણામાં 92 પોઝીટીવ કેસ છે.અને આઠ લોકોના મોત થયા છે. Coronaનું સંકટ પ્રસરે નહી તે માટે સરકારે 21 દિવસનું લોકડાઉની જાહેર કર્યુ છે. પરંતુ તેમ છતાં હવે કોરોના દેશના એવા વિસ્તારો સુધી પહોંચી રહ્યો છે.જ્યાં એક પણ કેસ નોંધાયા ન હતા. કારણ કે અસમમાં કોરોનાનો એક પોઝિટીવ કેસ નોંધાયો છે.આસામના કરીમગંજ જિલ્લાના સ્થાનિક 52 વર્ષના વ્યક્તિમાં કોરોના સંક્રમણ જોવા મળ્યુ હતુ.

વિશ્વની સાથે સાથે ભારતમાં પણ કોરોના વાયરસનું સંકટ ઘેરી રહ્યું છે. જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા આજે વધીને 1649 થઈ ગઈ છે. તેમાંથી અત્યાર સુધીમાં 48 લોકોનાં મોત નીપજ્યાં છે અને 148 લોકો સ્વસ્થ થયા છે. આશ્ચર્યજનક છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં Corona વાયરસના 272 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે લોકો સહકાર આપી રહ્યા નથી, તેથી સંખ્યા વધી રહી છે.