ધોની અને વિરાટે મળીને યુવીના પીઠમાં છરો ઘોંપ્યો : યોગરાજ સિંહ

0
53

મોહાલી
તા : 07
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને 2011 વર્લ્ડ કપના હીરો યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ફરી ધોની પર તેના દીકરાના કરિયરને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. યોગરાજ સિંહ આ પહેલા પણ ધોની પર ઘણાં આરોપો લગાવી ચૂક્યા છે. પણ આ આરોપ નવો છે, આ વખતે તેમણે વિરાટ કોહલીને પણ તેમાં સામેલ કરી લીધો છે. હાલમાં જ યુવરાજ સિંહે કહ્યું હતું કે, કેપ્ટન્સીના મામલે તેને ધોની અને વિરાટે એટલો સપોર્ટ નહોતો કર્યો જેટલો સૌરવ ગાંગુલીએ કર્યો હતો.

યોગરાજ સિંહે જણાવ્યું કે, ધોની અને વિરાટની સાથે સાથે પસંદગીકારોએ પણ યુવરાજની સાથે વિશ્વાસઘાત કર્યો છે. હાલમાં જ રવિ શાસ્ત્રીને મળ્યો હતો અને તેણે મને એર ફોટો માટે કહ્યું. મેં તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે, દરેક મહાન ખેલાડીઓને તેમના પ્રદર્શનના આધારે વિદાય મળવી જોઈએ. જ્યારે ધોની, વિરાટ કે રોહિત રિટાયર થશે ત્યારે હું બોર્ડને આગ્રહ કરીશ કે તેમને સારી વિદાઈ મળે કારણ કે તેમણે ભારતીય ક્રિકેટ માટે ઘણું કર્યું છે. ઘણાં લોકોએ યુવરાજની પાછળ ખંજર ચલાવ્યો અને તે પીડાદાયક છે.

યોગરાજ સિંહે કહ્યું કે, એવા લોકો પણ સિલેક્ટર બની જાય છે તેમને ક્રિકેટમી એબીસીડી પણ આવડતી નથી તો તમે તેમનાથી શું આશા રાખી શકો છો. દરેકને એ વાતની ચિંતા હતી કે જો યુવરાજે તેનું પ્રદર્શન ચાલુ રાખ્યું તો અન્યોનું શું થશે. યુવરાજ સિંહે કહ્યું હતું કે, 2011 વર્લ્ડ કપમાં ધોનીએ સુરેશ રૈનાને ખૂબ સપોર્ટ કર્યો હતો અને તેને યુવરાજના સ્થાને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવા માટે મારાથી આગળ રાખવામાં આવ્યો હતો.

યુવીના આ આરોપ પર યોગરાજે કહ્યું કે, આમાં નવું કંઇ નથી. એક બેઠકમાં કોઈએ કહ્યું હતું કે ભારતીય ટીમને યુવરાજની જરૂર નથી કારણ કે સુરેશ રૈના ટીમના હિસ્સો છે. મેં આવું નથી કહ્યું, પણ યુવરાજે પોતે કહ્યું છે અને મેં ઘણાં ક્રિકેટરોને પણ આવું કહેતા સાંભળ્યા છે. એટલે સુધી કે યુવરાજ સિંહ વિના પણ ટીમ પર વિચાર કરવામાં આવ્યું હતું.