નિર્ભયાના દોષિત મુકેશ સિંહે કહ્યું- હું ઘટના સ્થળ પર હાજર ન હતો

0
13

નવી દિલ્હી
તા. 18
નિર્ભયાના દોષિતોને 20મી માર્ચના રોજ થનારી ફાંસીને ટાળવા માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ કારણથી નિર્ભયાના દોષિત મુકેશ સિંહને આશરે સાત વર્ષ બાદ રાજસ્થાન યાદ આવ્યું છે. મુકેશે પોતાની ફાંસીને ટાળવા માટે હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે.

મુકેશે તેના વકીલ એમએલ શર્માના માધ્યમથી રજૂ કરેલી આ અરજીમાં એવો દાવો કર્યો છે કે તેની 17 ડિસેમ્બર 2012ના રોજ રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. નિર્ભયા ઘટના સમયે તેઓ ઘટના સ્થળ પર હાજર ન હતો. માટે આ કેસમાં તે દોષિત નથી. આ સાથે મુકેશે તેની અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે તિહાર જેલમાં તેનું શોષણ થયું હતું. તેની સાથે મારઝૂડ કરવામાં આવી હતી.