નુંધાતડ: કોરોનાના કહેર વચ્ચે હેલ્થ વર્કર છ માસના બાળક સાથે બજાવી રહ્યાં છે ફરજ

0
99
  • નુંધાતડ: કોરોનાના કહેર વચ્ચે હેલ્થ વર્કર ફરજ પર
  • નુંધાતડ: છ માસના બાળક સાથે બજાવી રહ્યાં છે ફરજ
  • અરુણાબેનના પતિ એક શિક્ષક તરીકે કનકપર મધ્યે સેવા બજાવે

કચ્છ,તા:05 હાલમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોનાનો ભય સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. ત્યારે લોકડાઉનમાં પણ કોરોનાને મહાત આપવા આપણા આરોગ્ય તંત્ર પોલીસવિભાગ, મીડિયા કર્મી વિગેરેનો મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. ત્યારે અબડાસાના એક મહિલા આરોગ્ય કર્મચારી અનોખી કર્તવ્યનિષ્ઠા બજાવી રહ્યા છે. અરુણાબેન એસ. ભરસર મોથાળા પ્રા. આરોગ્ય કેન્દ્રના નેજા હેઠલ આવતા નુંધાતડ સબસેન્ટરમાં એફ.એચ.ડબલ્યુની ફરજ બજારી રહ્યા છે. આ મહિલા પોતાના છ મહિનાના બાળકને સાથે રાખીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે.’ મૂળ વલસાડના અને છેલ્લા 9 વર્ષથી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આ મહિલા કર્મીને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું.’ તેઓ જ્યારે બાળક રાખી કામ કરે છે ત્યારે વીર અભિનંદનને સાથે રાખી કામ કરે છે ત્યારે વીર અભિમન્યુ સાથે’ લઇ કોરોના રૂપી સાત કોઠા ભેદી રહી હોય તેવો અનુભવ થાય છે. જ્યારે આંતર જિલ્લા કે અન્ય રાજ્યમાંથી કોઇ વ્યક્તિને કવોરેન્ટાઇન કરતી વખતે અથવા તેઓની મુલાકાત લેતી વખતે ઘણું બધું’ રિસ્ક લેવું પડે છે. કારણ કે છ મહિનાના બાળકને માસ્ક કે હેન્ડગ્લોઝ કેમ પહેરાવવા ? છતાં આ કામગીરી નિષ્ઠાથી કરું છું.’ આ સિવાય વાડી વિસ્તારમાં થતી સગર્ભા મહિલાની પ્રસૂતિ સમયમાં પણ તેઓ ફરજ પર જાય છે ત્યારે’ આવા બાળકને લઇને જવામાં તકલીફો વેઠવી રહી છે.’ અરુણાબેનના પતિ એક શિક્ષક તરીકે કનકપર મધ્યે સેવા બજાવે છે.’ અરુણાબેનના છ માસના પુત્ર વીર અભિનંદન આજે આરોગ્ય કેન્દ્ર મોથાળા માટે પણ લાડકવાયો બની ગયો છે.”