‘નૅશનલિઝમ’ શબ્દનો ઉપયોગ ન કરો, તેનો અર્થ હિટલર થાય છે : મોહન ભાગવત

0
258

રાંચી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)એ રાંચીમાં રાષ્ટ્રવાદ (Nationalism)ને લઈને નિવેદન આપ્યું છે. બ્રિટનમાં એક આરએસએસ કાર્યકર્તાની સાથે થયેલી પોતાની વાતચીતને યાદ કરતાં તેઓએ કહ્યું કે, મેં તેમને કહ્યું કે નૅશનલિઝમ શબ્દનો ઉપયોગ ન કરો. નૅશન (Nation) કહો તો ચાલશે. નૅશનલ (National) કહો તો ચાલશે. નૅશનાલિટી (Nationality) કહીશું તો ચાલશે, પરંતુ નૅશનલિઝમ (Nationalism)નો મતલબ હિટલર અને નાઝીવાદ થાય છે.

રાંચીમાં આયોજિત સંઘ સમાગમમાં મોહન ભાગવતે કહ્યું કે, ભારતીય અને હિન્દુ એક-બીજાના પૂરક છે. સારા-ખરાબ માટે માત્ર હિન્દુ જવાબદાર છે. તે પોતાની જવાબદારથી ભાગી નહીં શકે. તેઓએ કહ્યું કે ભારતને મોટું કરવું છે તો હિન્દુઓને મોટા કરવા પડશે.

સંઘ સમાગમનું આયોજન

રાંચીના દિવંગત રામદયાળ સિંહ મુંડા ફુટબૉલ સ્ટેડિયમમાં સંઘ સમાગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાગ લેવા માટે બુધવાર સાંજે પાંચ દિવસીય પ્રવાસે સંઘ પ્રખુખ રાંચી પહોંચ્યા. આ સમાગમમાં દેશની હાલની સ્થિતિ પર ચર્ચા થશે. તેમાં સંઘ પ્રમુખ ઉપરાંત અનેક પ્રાંતોથી આવેલા સ્વયંસેવકો હિસ્સો લઈ રહ્યા છે. ગુરુવારે સંઘ પ્રમુખ પૂર્વ ગણવેશભારી સ્વયંસેવકોને સંબોધિત કર્યા. ત્યારબાદ બિહાર-ઝારખંડ પદાધિકારીઓ સાથે વિભિન્ન વિષયો પર અલગ-અલગ બેઠક કરશે.

કાર્યક્રમ 20થી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે. કાર્યક્રમમાં મુખ્ય રીતે પર્યાવરણ, જળ સંવર્ધન, સામાજિક સમરસતા, કુટુંબ વ્યવસ્થા, જૈવિક કૃષિ, ગૌ સંવર્ધન પર ચર્ચા થશે. પોતાના પ્રવાસ દરમિયાન સંઘ પ્રમુખ 23 ફેબ્રુઆરીએ રાંચીથી દેવધર જશે.