પંચમહાલ જિલ્લામાં કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા

0
98

પંચમહાલ
તા : 30
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પંચમહાલના ગોધરામાં 9 કેસ અને હાલોલમાં 1 કેસ નોંધાયો છે. ગોધરાના 9 કેસ પૈકી 6 કેસ પોલન બજાર વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે કે 1 કેસ શહેરા ભાગોળ વિસ્તાર, 1 કેસ બ્રહ્મા સોસાયટી અને 1 કેસ મહેશ્વરી સોસાયટીમાં સામે આવ્યો છે.

બીજી તરફ હાલોલમાં લીમડી ફળિયામાંથી એક કેસ નોંધાયો છે. નવા કેસ મળીને પંચમહાલમાં કુલ 38 કેસ થયા છે. જ્યારે કે અત્યાર સુધી 2 દર્દીઓ કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. ગોધરા શહેરના 9 પોઝીટીવ કેસ પૈકી 6 કેસ પોલન બઝાર વિસ્તારના જ્યારે 1 કેસ શહેરા ભાગોળ વિસ્તાર, 1 કેસ બ્રહ્મા સોસાયટી અને 1 કેસ મહેશ્વરી સોસાયટી વિસ્તારમાંથી મળી આવ્યો।

પંચમહાલ જિલ્લામાં કુલ 38 કેસ કોરોના પોઝીટીવ

2 ના મૃત્યુ
3 સાજા થયા
33 કેસ સારવાર હેઠળ