પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં નવા 4471 કેસ નોંધાયા

0
125

કરાચી
તા : 22
વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 4 લાખ 70 હજાર 665 લોકોના મોત થઈ ચુક્યા છે. સંક્રમિતોનો આંકડો 90 લાખ 44 હજાર 581 થયો છે. અત્યાર સુધીમાં 48 લાખ 37 હજાર 952 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. ચિલીમાં સંક્રમણના કેસ ઈટલીથી વધુ થયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 2.42 લાખ થઈ છે, જ્યારે ઈટલીમાં 2.38 લાખ દર્દીઓ છે. બીજા તરફ પાકિસ્તાનમાં 1.81 લાખ કેસ થયા છે. અહીં એક દિવસમાં 4471 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે.

ઉતર અમેરિકાના દેશ મેક્સિકોમાં સંક્રમણના મામલાઓ 1.80 લાખથી વધુ થઈ ગયા છે. અહીં એક દિવસમાં 5343 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 1044 લોકોના મોત થયા છે. આ મહાદ્વીપમાં અમેરિકા(23 લાખથી વધુ) પછી સૌથી વધુ કેસ છે. મેક્સિકોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 21 હજાર 825 થઈ છે.

સ્પેનમાં 24 કલાકમાં 141 નવા મામલાઓ નોંધાયા છે. વધુ એક દર્દીનું મોત થયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 28,323 લોકોના મોત થયા છે. જ્યારે 2 લાખ 46 હજાર 272 લોકો સંક્રમિત થયા છે. નવા દર્દીઓમાં મેન્ડ્રિડમાં 55, એરગોન ક્ષેત્રમાં 33 અને કેટલોનિયામાં 25 પોઝિટિવ છે. સ્પેનમાં રવિવારથી લોકોને અવર-જવરની પરવાનગી આપવામાં આવી છે. યુરોપીય દેશોમાંથી લોકોને આવવા માટે સીમા ખોલવામાં આવી છે.