પાકિસ્તાન ના રાવલપિંડી માં બસ ખાડામાં પડતા 19 ના મોત

0
51

ઇસ્લામાબાદ
ઉત્તર પાકિસ્તાનમાં સોમવારે મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી જવાથી ઓછામાં ઓછા 19 લોકોનાં મોત નીપજ્યાં અને છ અન્ય ઘાયલ થયા. ગિલગીટ બાલ્ટિસ્તાન સરકારના પ્રવક્તા ફૈજુલ્લાહ ફિરાકે જણાવ્યું હતું કે બસ રાવલપિંડીથી સ્કાર્ડુ તરફ જઇ રહી હતી ત્યારે ગિલગીટ નજીક રોંડોમાં બસ ખાડામાં પડી ગઈ.

ફિરાકે જણાવ્યું હતું કે અકસ્માત સમયે બસમાં 25 મુસાફરો હતા. હજી સુધી અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. તેમણે કહ્યું, “હાલમાં હું 19 લોકોના મોતની પુષ્ટિ કરી શકું છું, જ્યારે કેટલાક અન્ય મુસાફરોની હાલત ગંભીર છે.” પોલીસ અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તો અને મૃતકોને હોસ્પિટલમાં પહોંચવામાં મદદ કરી રહી છે.