પાકિસ્તાન સહિત દુનિયાને સ્પષ્ટ સંકેત, ભારત બદલી શકે છે પરમાણુ હુમલાની નીતિ

0
223

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યાં બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે અને પાકિસ્તાન પુરી રીતે રઘવાયું થયું છે. પાછળનાં ઘણા દિવસોથી પાક પીએમ ઈમરાન ખાનની અવળચંડાઈ સીધી રીતે જોવા મળી રહી છે. પરંતુ હવે રાજનાથ સિંહ એક્શનમાં આવ્યાં છે અને જડબાતોડ જવાબ આપ્યો છે. જ્યારે અને ત્યારે પરમાણુ બોમ્બનો રાગ આલાપતા પાકિસ્તાનને રાજનાથ સિંહે સીધી ચેતવણી આપતા કહ્યું છે આમ તો ભારતની પરમાણુ નીતિ ‘નો ફર્સ્ટ યુઝ’ છે પરંતુ ભવિષ્યમાં ગમે તે થઈ શકે. પરિસ્થિતિ પર આધાર રાખે કે શું બદલાવ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આજે ભારતનાં પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથી છે. શુક્રવારે રાજનાથ સિંહ અટલજીને શ્રદ્ધાજંલિ આપવા માટે પોખરણ પહોંચ્યા હતા. આ દરમિયાન રક્ષામંત્રીએ કહ્યું કે, ભારત એક જિમ્મેદાર પરમાણુ રાષ્ટ્રનો દરજ્જો રાખતો દેશ છે અને બધા નાગરિકને તેનાં પર ગૌરવ પણ છે. આ ગૌરવ અમને અટલજી દ્રારા મળ્યું હતું અને દરેક દેશવાસી તેના ઋણી છે.

શુક્રવારે રાજનાથ સિંહ ઈન્ટરનેશનલ આર્મી સ્કાઉટ માસ્ટર્સ સ્પર્ધામાં સમાપન સમારોહમાં હાજરી આપવા માટે જેસલમેર પહોંચ્યા હતા. સમાહોર પુરો થયો એ બાદ રક્ષામંત્રી પોખરણ ગયા અને અટલજીને શ્રદ્ધાજંલિ આપી તેમજ પરમાણુ પરિક્ષણનાં તેમના સાહસિક નિર્ણયને યાદ કર્યો હતો.