પીએમ મોદીનો વીબોમાંથી એકાઉન્ટ ડિલીટ કરવાનો નિર્ણય

0
64

નવી દિલ્હી,તા:02

  • ભારતમાં 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ
  • પીએમ મોદીનો વીબોમાંથી એકાઉન્ટ ડિલીટ કરવાનો નિર્ણય
  • 2015માં આ એપ પર બનાવાયું હતું એકાઉન્ટ
  • વીઆઈપી એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા થોડી જટિલ
  • 115 પોસ્ટમાંથી 113 પોસ્ટ ડિલીટ કરાઈ

ભારતમાં 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની સોશિયલ મીડિયા એપ વીબોમાંથી એકાઉન્ટ ડિલીટ કરવાનો નિર્ણય કર્યો છે. મોદીએ આ એપ પર 2015માં એકાઉન્ટ બનાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે વીઆઈપી એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા થોડી જટિલ હોય છે. જોકે એકાઉન્ટ ડિલીટ કરવાની અધિકારિક પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચીન તરફથી તેની પરવાનગી આપવામાં ખૂબ જ સમય લાગડવામાં આવી રહ્યો છે અને આ અંગેનું કારણ જણાવવામાં આવ્યું નથી. પીએમ મોદીએ આ અંગે 115 પોસ્ટ કરી છે અને તેમાંથી 113ને હટાવી દીધી છે.