પેરન્ટ્સ મુનમુનને સિંગર બનાવવા ઈચ્છતા હતા પણ તે એક્ટ્રેસ બની !!

0
34

મુંબઈ,તા:31

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં દરેક પાત્રો પોતાની કોમેડીના કારણે જાણીતા છે. આ શોના દરેક પાત્રો સારી ભૂમિકા ભજવી રહ્યા છે પરંતુ મુનમુન દત્તા એટલે કે બબિતાજીનો રોલ ઘર ઘરમાં પોપ્યુલર બન્યો છે. તે સિરિયલમાં એટલી સ્ટાઈલિશ છે તેનાથી વધારે રિયલ લાઈફમાં ફેશનેબલ છે. રિપોર્ટ્સના અનુસાર મુનમુનના પેરન્ટ્સ તેને સિંગર બનાવવા ઈચ્છતા હતા પણ તે એક્ટર બની ગઈ. અત્યારે તે આ સિરિયલમાં એક એપિસોડ માટે 30-35 હજારની ફી ચાર્જ કરે છે. ઉલ્લેખનીય છે કે શોમાં બબિતા અને જેઠાલાલની મીઠી નોકઝોક દરેકને પ્રિય છે.

રિપોર્ટ્સના અનુસાર મુનમુનને મોડલિંગ કરિયરમાં ઘણી સફળતા મળી. સૌ પહેલા પુનાના એક ફેશન શોમાં ભાગ લીધો અને પછી મુંબઈ આવી. અહીં 2004માં ટીવી સિરિયલ હમ સબ બારાતીમાં મીઠીનો રોલ કર્યો અને પછી 2008માં કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં જોડાઈ.

જાણો કેટલી લે છે ફીસ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુનમુન દત્તા તારક મહેતા શોના એક એપિસોડ માટે લગભગ 30-35 હજાર રૂપિયાની ફી ચાર્જ કરે છે. શોમાં બબીતાજી અને જેઠાલાલની વચ્ચેની નોકઝોકને દર્શકો ખૂબ પસંદ કરે છે.

ઈન્સ્ટાગ્રામ પર છે 33 લાખથી વધુ ફોલોઅર્સ

મોડલિંગથી કરિયરની શરૂઆત કરનારી મુનમુન દત્તા સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 33 લાખથી વધુ ફોલોઅર્સ છે. મુનમુન છાશવારે પોતાના ફોટોઝ અને વીડિયોઝ શેર કરે છે.

એક સામાજિક કાર્યકર્તા પણ છે

મુનમુન બાલ શિક્ષાની સમર્થક છે અને પોતાના ઘરમાં કામ કરનારાની દીકરીને અભ્યાસમાં મદદ કરે છે. આ સિવાય કે સ્ટ્રીટ ડોગ્સ માટે કામ કરે છે કારણ કે તે પશુપ્રેમી છે. તે કોશિશ કરે છે કે સામાજિક મુદ્દાઓને ઉકેલવામાં તે પોતાનું યોગદાન આપી શકે.

સિંગિંગ અને ડાન્સિંગ સિવાય પણ આ ચીજો કરે છે પસંદ

મુનમુન દત્તાને ડાન્સ કરવો ગમે છે. તે એક સારી ડાન્સર છે. કેટલાક મ્યુઝિક વિડીયોમાં પણ તે જોવા મળી ચૂકી છે. તેણે સંગીત માતા પિતા પાસેથી શીખ્યું છે અને સારા સૂર અને તાલમાં ગાઈ શકે છે.ક્રિકેટ જોવાનું પણ તેને પસંદ છે અને રોહિત શર્મા તેનો પસંદગીનો ક્રિકેટર છે.